રાજકોટ
News of Friday, 9th April 2021

રાજકોટમાં બપોર સુધીમાં ૧૫૦ કેસ

આજ દિન સુધીમાં ૭,૩૮,૧૩૬ લાખ લોકોનું ટેસ્ટીંગ : ૨૧,૫૭૯ પોઝિટિવ કેસ નોંધાયાઃ ૧૯,૧૬૭ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૮૯.૪૫ ટકા થયો

રાજકોટ,તા.૧૦: શહેરમાં દિવસેને દિવસે કોરોના કેસનો આંક વધતો જાય છે  ત્યારે આજે બપોર સુધીમાં ૧૫૦ કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૫૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૨૧,૫૭૯ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૧૯૭,૧૬૭ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૧૦,૩૧૮ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૪૨૭ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૪.૧૩ ટકા થયો  હતો. જયારે ૨૦૧ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૭,૩૮,૧૩૬ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૧,૫૭૯ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૯૦ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૨૦૮૯  દર્દીઓ સારવાર હેઠળ છે.

રાજકોટ તા. ૯ :.. જિલ્લા પંચાયત કચેરી મુલાકાતીઓ માટે બંધ કરી દરવાજે કોરોનાના ટેસ્ટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે બપોર સુધીમાં કુલ ૩૯ લોકોના એન્ટીજન ટેસ્ટ કરાયેલ. જેમાંથી ૬ પોઝીટીવ કેસ આવ્યા છે. તે પૈકી ર પંચાયતના કર્મચારીઓ અને ૪ મુલાકાતીઓ હોવાનું જાણવા મળે છે. મુલાકાતીઓના ટેસ્ટીંગ આખો દિવસ ચાલુ રહેશે.

(4:10 pm IST)