રાજકોટ
News of Friday, 9th April 2021

કોરોનાની સારવારમાં ઉપયોગી FAVIPIRAVIR ટેબલેટ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉપલબ્ધ

કોવિડ-૧૯ ના કેસોમાં ભયંકર ઉછાળો આવતા છેલ્લા ત્રણેક દિવસથી શોર્ટેજ વર્તાતી હતી

રાજકોટ તા. ૯ :.. છેલ્લા થોડાક દિવસો દરમ્યાન કોરોનાના કેસોમાં ભયંકર ઉછાળો આવતા કોરોનાની સારવારમાં ઉપયોગી ગણાતી એન્ટી વાયરલ ટેબલેટ  FAVIPIRAVIR (FABEFLU વિગેરે) ની છેલ્લા ત્રણેક દિવસોથી રાજકોટની દવા બજારમાં શોર્ટેજ ઉભી થઇ હતી. ગ્લેનમાર્ક, ઇટકા, એફડીસી, મેકલોઇડઝ, જે. બી. કેમીકલ વિગરે કંપનીઓ FAVIPIRAVIR ટેબલેટ બનાવતી હોવાનું જાણવા મળે છે.

 દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસોસીએશન તથા કેમીસ્ટ એસો. રાજકોટના  પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષભાઇ દેસાઇએ આજરોજ  'અકિલા' ને જણાવ્યું હતું કે આજથી રાજકોટ તથા સૌરાષ્ટ્રના મોટાભાગના મેડીકલ સ્ટોર્સમાં ર૦૦ એમ. જી., ૪૦૦ એમ. જી. તથા ૮૦૦ એમ. જી. ની  FAVIPIRAVIR  ટેબલેટ ઉપલબ્ધ થઇ ગઇ છે. કોરોનાની અસર જણાતા દર્દીઓ માટે પ્રથમ બે દિવસ દરમ્યાન એમ. જી. ની. ૧૬ ટેબલલેટસ જેટલો ડોઝ ડોકટર્સ દ્વારા અપાતો હોવાનું જાણવા મળે છે.

(4:09 pm IST)