રાજકોટ
News of Friday, 9th April 2021

વિદ્યાર્થીઓને કોરોના, ચેકડેમોની હાલત, કોરોના રીપોર્ટ કૌભાંડ વગેરેના સવાલો ઉઠાવતા અર્જુન ખાટરિયા

સામાન્ય સભામાં ભાજપના બે, કોંગીના એક સભ્યોના પ્રશ્નો

રાજકોટ, તા. ૯ :. જિલ્લા પંચાયતની સામાન્ય સભા તા. ૧૬મીએ સવારે ૧૧.૩૦ વાગ્યે પંચાયત પ્રમુખ ભૂપત બોદરની અધ્યક્ષતામાં મળનાર છે. જેમાં ભાજપના પી.જી. કયાડાએ ૮, ગીતાબેન ટીલાળાએ ૨ અને કોંગીના અર્જુન ખાટરિયાએ ૭ પ્રશ્નો પૂછયા છે. પ્રશ્નોત્તરી સાથેની પ્રથમ સામાન્ય સભામાં કુલ ૧૭ પ્રશ્નો આવ્યા છે. ૩૩ સભ્યોએ એકેય પ્રશ્ન પૂછયો નથી. પરિવર્તન પછીની પ્રથમ સામાન્ય સભા છે.

ચોમાસુ નજીક છે ત્યારે જિલ્લામાં કેટલા ચેકડેમો તૂટેલા છે ? મરામત માટે કેટલા મંજુર થયા ? ચોમાસામાં જળસંગ્રહ માટે શું વ્યવસ્થા છે ? કોરોના રીપોર્ટ નેગેટીવ આપવાના બનાવોે અન્યત્ર ન બને તે માટે શું વ્યવસ્થા છે ? જિલ્લાની સરકારી અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને કોરોનાના કેટલા કેસ નોંધાયા, શિક્ષકોની બદલીના હુકમ થયા અને રદ થયા વગેરે સવાલો અર્જુન ખાટરિયાએ ઉઠાવ્યા છે.

(4:08 pm IST)