રાજકોટ
News of Friday, 9th April 2021

વોર્ડ નં. ૧૩માં ઘરે-ઘરે કોરોના ટેસ્ટ કરોઃ જાગૃતીબેન ડાંગર

રાજકોટ તા. ૯ :.. શહેરના વોર્ડ નં. ૧૩ ની અંદર ધન્વન્તરી રથ દ્વારા ઘરે ઘરે કોરોનાના રેપીડ ટેસ્ટ ચાલુ કરવા પૂર્વ કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર દ્વારા મ્યુ. કમિ. ને રજુઆત કરવામાં આવી છે.

આ અંગે જાગૃતીબેનએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, હાલ જે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે જોતા વોર્ડ નં. ૧૩ માં આવેલ નારાયણનગર આરોગ્ય કેન્દ્રની અંદર ૪ વોર્ડ વચ્ચે ફકત ૩ જ રથ દોડી રહ્યા હોઇ તે ખરેખર ઓછા પડી રહ્યા છે. હાલ રાજકોટની ચીનના વુહાન શહેર જેવી પરિસ્થિતિ બની ગઇ હોઇ ત્યારે ફકત વોર્ડ નં. ૧૩ નહિ પણ સમગ્ર રાજકોટની અંદર આ પ્રક્રિયા તુરંત ચાલુ કરવી અતિ આવશ્યક છે.

ટેસ્ટીંગની સુવિધા ન હોઇ અને લોકોના ટોળા ભેગા થાય છે ત્યાં પણ રેપીડ ટેસ્ટ માટે એક રથ ર૪ કલાક રાખવાની અતિ જરૂરીયાત છે. તો આપશ્રીને નમ્ર વિનંતી તાત્કાલીક સોસાયટીઓ અને શેરીઓમાં જે રીતે વેકસીનના કેમ્પ જેમ જરૂર છે તેમ કોરોના ટેસ્ટીંગની માંગ કરવામાં આવી છે.

(4:07 pm IST)