રાજકોટ
News of Friday, 9th April 2021

માસ્કના નામે ઉઘરાણા રહવા દયો

કોરોના સામે લડતા લોકોને હેરાન ન કરો : અનડકટ- જાડેજા

રાજકોટ તા. ૯ : કોરોના બેકાબુ બન્યો છે. લોકો તેની સામે જીવન ટકાવી રાખવા ઝઝુમી રહ્યા છે. તેવા સમયે રાત્રી કર્ફયુ ભંગ અને માસ્કના નામે દંડ ઉઘરાવવાનું કેટલુ વ્યાજબી છે ? તેવો સવાલ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સહમંત્રી ગોપાલ અનડકટ અને ઘનશ્યામસિંહ જાડેજાએ ઉઠાવ્યો છે.

તેઓએ સંયુકત યાદીમાં જણાવ્યુ છે કે ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો આ તાલ છે. લોકોને હેરાન કરવાની જ વાત છે. રાત્રી કર્ફયુના નામે લોકોને કનડવામાં આવી રહ્યા છે. શું કોરોના રાત્રે જે પ્રસરે છે ?લોકોને દંડવાને બદલે તેમનો જીવ બચાવવા કઇક કરો. બાકી જીવતા હશે તો દંડ ભરી શકશે ને? તેમ અંતમાં ગોપાલભાઇ અનડકટ અને ઘનશ્યામસિંહ જાડેજાએ યાદીના અંતમાં જણાવેલ છે.

(4:03 pm IST)