રાજકોટ
News of Friday, 9th April 2021

પુનીતનગરની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ગૌત્તમ પરમાર ભગાડી ગયોઃ અપહરણનો ગુનો

સગીરા સાથે ભાગીને લગ્ન કરે નહીંતર પિતા અને ભાઇને મારી નાખવાની ગૌત્તમે ધમકી આપી

રાજકોટ તા. ૯ : પુનીતનગર વિસ્તારમાં રહેતી સગીરાને કોઠારિયા સોલવન્ટ મચ્છોનગરનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી સગીરાના પિતા અને ભાઇને મારી નાખવાની ધમકી આપી ભગાડી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ પુનીતનગર વિસ્તારમં રહેતી મહિલાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં કોઠારિયા સોલવન્ટ મચ્છોનગર મેઇન રોડ પર રહેતા ગૌત્તમ ભીખા પરમાનું નામ આપ્યું છે. મહિલાએ ફરીયાદમાં જણાવ્યું છે કે મારા પતિ છુટક ડ્રાઇવીંગ કરે છે. અને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે જેમાં ૧૭ વર્ષની પુત્રી કોલેજમાં અભ્યાસ કરે છે. મારી દીકરીની સગાઇ જેતપુરના નવાગઢમાં કરેલ છે છએક મહિના પહેલા જમાઇનો મને ફોન આવેલ અને કહેલ કે તમારી દીકીરને કોઠારીયા સોલવન્ટમાં મચ્છોનગર મેઇન રોડ પર રહેતો ગૌતમ ભીખા પરમાર નામના છોકરા સાથે મીત્રતા હોઇ તે તેની સાથેજ વાત કરેછે તેમ વાત કરી હતી.

ત્રણેક મહિના પહેલા બહેનપણીના જન્મ દિવસમાં ગઇ હતી ત્યારે તેને ઘરે આવવામાં મોડુ થતા પરિવારજનોએ તેની શોધખોળ કરતા તે વાવડીના ગેઇટ પાસેથી મળી આવી હતી બાદ પંદર દિવસ પહેલા જમાઇએ ફોન કરી મને વાત કરેલ કે સગીરાનો મિત્ર ગૌત્તમ પરમાર ફોન પર ધમકી આપે છે કે તેની સાથે ભાગીને લગ્ન કરે નહીંતર સગીરાના ભાઇ અને પિતાને જાનથી મારી નાખીશ તેમ વાત સગીરાએ કરી હતી. તેમ વાત કરતા મે મારી દીકરીને પુછતા  ગભરાઇ ગયેલ હોઇ તેથી તેની પાસેથી ગૌત્તમના નંબર લઇ તેની સાથે વાત કરતા તેને નાનામવા સર્કલ પાસે મળવા આવવાનુું કહેતા અમે મળવા ગયા ત્યારેગૌત્તમે કહેલ કે, તેની સગાઇ તોડી નાખો મારી સાથે લગ્ન કરી આપવાનું કહી ધમકી આપવા લાગતા મેં પોલીસને બોલાવવાનું કહેતા ગૌત્તમ ત્યાંથી ભાગી ગયો હતો. બાદ ગત તા.પ/૪ના રોજ ગૌત્તમ સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જતા પોતે તથા પરિવારજનોએ સગીરાની શોધખોળ કરવા છતા મળી ન આવતા તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગૌત્તમ ભીખા પરમાર વિરૂદ્ધ ધમકી અને અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી  પી. આઇ. જે.વી.ધોળાએ તપાસ હાથ ધરી છે.

(4:02 pm IST)