મહેશ્વરી સોસાયટીમાં જયેશ વર્માના મકાનમાં દરોડો : પત્તા ટીંચતા ૫ ઝડપાયા
ભકિતનગર પોલીસનો દરોડો : પાંચેય સામે સોશ્યલ ડિસ્ટન્સના ભંગની પણ કાર્યવાહી કરાઇ
રાજકોટ,તા. ૯: કોઠારિયા રોડ પર ભવાની ચોક પાસે મહેશ્વરી સોસાયટીમાં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ કોઠારિયા રોડ ભવાની ચોક પાસે મહેશ્વરી સોસાયટીમાં એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. મનરૂપગીરી ગોસ્વામી તથા મનીષભાઇ શીરોડીયાને બાતમી મળતા પીઆઇ. જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.જે.કામળીયા, એ.એસ.આઇ ફિરોજભાઇ, મનરૂપગીરી, સલીમભાઇ, રણજીતસિંહ, મનીષભાઇ, વાલજીભાઇ, ભાવેશભાઇ, દિવ્યરાજસિંહ, રણજીતસિંહ જાડેજા તથા હિતેન્દ્રસિંહ ઝાલા સહિતે મહેશ્વરી સોસાયટીમાં મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાનામાં ભાડે રહેતા જયેશ શર્મા તથા હુડકો કવાર્ટર નં. ૩૯૫ના નિતીન નણજીભાઇ આંબલીયા આશાપુરાનગર શેરીનં.૧૭ના ધોધુભા બાલુભા વાળા, રાધાકૃષ્ણ સોસાયટી શેરી નં. ૧૪ના મેહુલ વહાણભાઇ કાંજીયા, દેવપરાના પંકજ શાંતીલાલભાઇ દેશાણીને પકડી લઇ રૂ.૧૫,૬૭૦ની રોકડ સહિતની મત્તા કબ્જ. કર હતી.
કુબલીયાપરામાંથી બે શખ્સો પકડાયા
કુબલીયાપરા મચ્છી ચોક પાસે થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ જી.એસ.ગઢવી સહિતના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા વશરામ નારણભાઇ મારૂ (રહે. શાપર સર્વોદય સોસાયટી મફતીયાપરા) અને આશુતોષ કાળુગીરી ગોસાઇ (રહે.કુવાડવા રોડ)ને પકડી લઇ રૂ.૧૨,૨૫૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.