રાજકોટ
News of Friday, 9th April 2021

૪પ વર્ષ કરતાં ઓછી વયના વકીલોને કોરોના રસી આપવા જીલ્લા બાર એસો. દ્વારા ઉચ્ચસ્તરે રજુઆત

રાજકોટ, તા. ૯ : ૪પ વર્ષ કરતા ઓછી વયના તમામ વકિલોને કોરોના રસી આપવા રાજકોટ ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનને માંગણી કરી તમામ કોર્ટો મંદિરો, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ પણ ગાઇડલાઇડ સાથે ચાલુ રાખો તેવી રજુઆત કરી છે.

વકિલના પ્રશ્ને હંમેશા જાગૃત રહી વકિલો તથા સમાજના હિત માટે સદા સતત કાર્યો કરતા વકિલોના સંગઠન રાજકોટ ડિસ્ટ્રીકટ બાર એસોસીએશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, સુપ્રિમ કોટૃના ચીફ જસ્ટિસ શ્રી એસ.એ. બોબડે, કેન્દ્રિય આરોગ્ય મંત્રી અને વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇજેકશનના વડા શ્રી ડો. હર્ષવર્ધનજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીજી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ ગુજરાતના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી, રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયા, જે.જે. પટેલ કન્વિનર, લીંગલ સેલ, ગુજરાત, ચેરમેન તથા વાઇસ ચેરમેન તથા સભ્યો, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત, દિલીપભાઇ પટેલ, મેમ્બર બાર. કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને કોવિડ-૧૯ની માન્ય વેકસીન ભૂતપૂર્વ તથા પ્રવર્તમાન સુપ્રિમ કોર્ટ તથા રાજયોની હાઇકોર્ટોના જસ્ટિસશ્રીઓ, શહેર જિલલા, તાલુકાની કોર્ટોની જજશ્રીઓ  તથા ૪પ વર્ષથી ઓછી ઉંમરના વકિલો, સ્ટાફ અને ભારતભરના પુખ્ત ઉમરની તમામ વ્યકિતઓને અપાય અને જાહેર સ્થળો તથા જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત રાશન મેળવવા માટે કોવિડ-૧૯ની વેકસીન લીધાના પ્રમાણપત્ર ફરજીયાત નહીં બનાવવા તથા તમામ કોર્ટો, રમત, ગમત, મંદિરો સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ વિગેરે પ્રવૃત્તિઓ સુપ્રિમ કોર્ટ તથા સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ ચાલુ રાખવા, સુપ્રિમ કોર્ટ, ભારત અને સરકાર અને કાયદામાં રહેલ જોગવાઇઓનો સંપૂર્ણ  અભયાસ કર્યા બાદ જ સુચનાઓ તથા પરિપત્રો બહાર પાડવા તાબાના જજીસ, અધિકારીઓ વિગેરેને સુચના આપવા અને તે સંબંધે ઘટતું કરવા માંગ કરી છે.

ભારતભરમાં વકિલોના ધંધા રોજગારો બંધ થતા ઘણા વકિલોએ આત્મહત્યા પણ કરેલ હોવાના હૃદય કંપાવનારા કિસ્સામાં સામે આવેલ છે તેમજ ભારતભરમાં નીચેની કોર્ટના સિવિલ જજોની ભરતની પ્રક્રિયા તથા ડિસ્ટ્રીકટ જજોની ભરતીની પ્રાાથમિક, લેખિત અને મૌખિક પરિક્ષાઓની તારીખો પણ કોવિડ-૧૯ના કારણે પાછી ફેલાઇ રહી છે ત્યારે કોવિડ-૧૯ની વેકસીન ૪પ વર્ષથી નીચેની ઉમરના તમામ વકિલો તથા તેમના પરીવારજનોને પણ સમયસર આપી દેવામાં આવે તો કોવિડ-૧૯નો ચેપ વેકસીન લીધેલ હોય તેમને લાગી શકે નહીં. 

આમ, ભૂતપૂર્વ તથા પ્રવર્તમાન જસ્ટિસ જઝિજ કોઇપણ વયજુથના વકિલો તથા સ્ટાફના પરિવારજનોને કોવિડ-૧૯ની વેકીનની વ્યવસ્થા જે તે નજીકની કોર્ટ સંકુલમાં નિઃશુલ્ક મળી રહે અને યુવાનોને નજીકમાં નજીકના સ્થળે વિનામૂલ્યે સરળતાથી આપવામાં આવે તે મુજબ વ્યવસ્થા કરવી જરૂરી છે અને તમામ કોર્ટો, રમતગમત, મંદિરો, જાહેર સ્થળો વિગેરે અંગે પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઇ જરૂરી ગાઇડલાઇન મુજબ ચાલુ રાખવી જોઇએ.

આ રજુઆતને ઉપપ્રમુખ શ્રી મેહુલઇભાઇ મહેતા, નયનભાઇ વ્યાસ સેક્રેટરી શ્રી દિલીપભાઇ જોષી, શ્રી અજય પિપળિયા, જોઇન્ટ સેક્રેટરી જતીનભાઇ ઠક્કર, ખજાનચી વી.ડી. રાઠોડ, નયનભાઇ વ્યાસ, અશ્વિન મહાલિયા લાઇબ્રેરી સેક્રેટરી નિવિદભાઇ પારેખ અને નિરવભાઇ પંડયા તેમજ કારોબારી સભ્યો વિરેન રાણીગા, મહેન્દ્ર શાહ, પ્રતિક વ્યાસ, હિરેન રૈયાણી, નૃપેન ભાવસાર, રાજેશ ચાવડ, સોહિન મોર, આનંદ રાઘનપુરા, કિશન વાલ્વ, જીજ્ઞેશ સભાડ, જીતેન્દ્ર કે. ગોસાઇ, જીતેન્દ્રસિંહ પરમાર, શૈલેષ સુચક, ઇસ્માઇલ પરાસરાએ સમર્થન આપેલ છે.

(3:00 pm IST)