રાજકોટ
News of Friday, 9th April 2021

શહેરમાં વેકિસન કેમ્પ પુરજોશમાં વિવિધ સંસ્થાઓ દ્વારા રસીકરણનું આયોજન

રાજકોટ :  મહાનગરપાલિકા દ્વારા કોરોના સામે લડવા લોકોમાં ઇમ્યુનીટી વધે તે માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સહયોગથી કોરોના સામે વેકિસન આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અન્વયે તા.૭નાં રોજ લુહાર હિતેચ્છુ મંડળ-રાજકોટ, રાજકોટ વાલ્મિકી કલબ, રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર, શ્રી એસ્ટ્રોન કો-ઓપ.હાઉસિંગ સોસાયટી લિ., રાજકોટ વાલ્મિકી કલબ, જેમ્સી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, લાડી લોહાણા સિંધી પંચાયત ટ્રસ્ટ તેમજ નવયુવાન મંડળ તથા મહિલા મંડળ, શ્રી રામ સોસાયટી, નમો બુદ્ઘાય ફાઉન્ડેશન, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ ઇન્ટરનેશનલ સ્કુલ, તેમજ તા.૮નાં રોજ કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્ટ, ગૌસ્વામી સમાજ, પાર્થ વિદ્યાલય રેલનગર, વોર્ડ નં.૧૦, વોર્ડ નં.૧૧, વોર્ડ નં.૧૭ વિગેરે સંસ્થાઓ દ્વારા વેકિસન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવ, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્વરીબેન ડોડીયા, કોર્પોરેટર અનિતાબેન ગૌસ્વામી, નરેન્દ્રભાઈ ડવ, તેમજ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ તથા સંસ્થાના હોદેદારશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:59 pm IST)