રાજકોટ
News of Friday, 9th April 2021

મ.ન.પા.ને આવાસના હપ્તાની એક જ દિવસમાં ૫.૧૦ કરોડની રેકર્ડ બ્રેક આવક

તા. ૭ના રોજ એક જ દિવસમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૧,૨૨,૯૯,૯૪૭ની આવક : છેલ્લા ૧ વર્ષમાં આવાસ યોજના વિભાગ દ્વારા આવાસના હપ્તા પેટે રૂ. ૮૧.૮૧ કરોડની વસુલાત

રાજકોટ તા. ૯ : મહાનગરપાલિકાને તેની વિવિધ આવાસ યોજનાના આવાસોના હપ્તા પેટે લાભાર્થીઓ પાસેથી છેલ્લા આઠ દિવસમાં રૂ. ૫.૧૦ કરોડની વિક્રમી આવક પ્રાપ્ત થયેલ છે. લાભાર્થીઓની જાગૃતતા અંગે ખુશી વ્યકત કરતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે આ વિશે માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, તા.૦૧/૦૪/૨૦૨૧ થી તા.૦૮/૦૪/૨૦૨૧ સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૫,૧૦,૪,૬૩૭ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે. જે પૈકી ૯૦.૮૩%થી વધુ આવક ચેક દ્વારા જયારે બાકીની આવક રોકડમાં થયેલી છે. કમિશનરશ્રીએ અન્ય એક બાબત ઉજાગર કરતા કહ્યું હતું કે, તા.૦૧/૦૪/૨૦૨૦ થી તા.૩૧/૦૩/૨૦૨૧ સુધીમાં એટલે કે, એક વર્ષના સમયગાળા દરમ્યાન આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૮૧,૮૧,૨૬,૬૮૨ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે. જે પૈકી ૬૯.૦૮% આવક ચેક દ્વારા જયારે બાકીની આવક રોકડામાં થયેલી છે.

આ સંદર્ભમાં વધુ વાત કરતા કમિશનરશ્રીએ એમ પણ ઉમેર્યું હતું કે, તા.૦૭/૦૪/૨૦૨૧ના રોજ એક જ દિવસમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૧,૨૨,૯૯,૯૪૭ની આવક થયેલી છે. જે પૈકી ૯૩.૩૨% આવક ચેક દ્વારા જયારે બાકીની આવક રોકડામાં થયેલી છે. જે પૈકી રૂ.૧,૧૨,૯૦,૦૦૦ ની આવક માત્ર પ્રધાનમંત્રી યોજના અંતર્ગત બની રહેલ EWS – II કેટેગરીમાં ૫૪૨, LIG કેટેગરીમાં ૧૨૬૮ તેમજ MIG કેટેગરીમાં ૪૪૦ આવાસોના હપ્તા પેટેની છે. આ આવાસ યોજનાનો ડ્રો તા.૩૧/૦૮/૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઈ-ડ્રો કરવામાં આવેલ હતો. જયારે તા.૦૭/૦૪/૨૦૨૧ પહેલા તા.૦૩/૦૨/૨૦૨૧ના રોજ એક જ દિવસમાં મહત્તમ આવક રૂ.૧,૧૯,૪૨,૫૮૪ થયેલ હતી. આ ઉપરાંત તા.૦૫/૦૩/૨૦૨૧ના રોજ રૂ.૧,૦૫,૬૪,૫૬૬ અને તા.૧૦/૦૩/૨૦૨૧ના રોજ રૂ.૧,૧૨,૩૫,૫૮૪ તેમજ તા.૦૫/૦૪/૨૦૨૧ના રોજ રૂ.૧,૦૪,૮૮,૨૧૨ આવક થયેલ હતી.

આજ દિન સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત ૨૬,૦૦૦ થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, BSUP – ૧,૨,૩, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, ૩૦૧૨, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે.

મ્યુનિ. કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ નાયબ મ્યુનિ. કમિશનર શ્રી એ. આર. સિંહના સીધા સુપરવિઝન હેઠળ આવાસ યોજના વિભાગ દ્વારા સમગ્ર  વ્યવસ્થા કાર્યાન્વિત છે.

પ્રધાનમંત્રી યોજના અંતર્ગત બની રહેલ EWS – II, LIG તેમજ MIG આવાસ યોજનામાં જે લાભાર્થીઓને આવાસ ફાળવાયેલ છે પરંતુ લાભાર્થી હજુ સુધી એલોટમેન્ટ લેટર આવેલ નથી કે પ્રથમ હપ્તા ભર્યા નથી તેઓને તંત્ર દ્વારા તાત્કાલિક આવાસ યોજના વિભાગનો સંપર્ક કરી પોતાના આવાસનું એલોટમેન્ટ મેળવી લેવા અને હપ્તા ભરવાની અપીલ કરવામાં આવે છે.

(2:56 pm IST)