રાજકોટ
News of Friday, 9th April 2021

કડીયા સમાજના છાત્રો માટે તાલીમ સેમીનારઃ નરેન્દ્રબાપુની ઉપસ્થિતિ

રાજકોટઃ ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ સમસ્ત તથા એપ્સીલોન એકેડેમી દ્વારા શ્યામવાડી, રાજકોટ ખાતે કડીયા સમાજના વિદ્યાર્થીઓ માટે જીપીએસસી-યુપીએસસીની પરીક્ષાઓની તૈયારીઓ માટેની તાલીમ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજના ભાઇઓ તથા બહેનોએ ભાગ લીધો હતો.સેમીનારની શરૂઆત સમાજના આગેવાનો દ્વારા દિપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી.જેમાં અધ્યક્ષસ્થાને ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતી સમસ્ત રાજકોટના પ્રમુખ  પૂ. નરેન્દ્રબાપુ ગુરૂ શ્રી જીવરાજબાપુની આગેવાની હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય વકતા તરીકે દીનેશભાઇ કણેત તથા મુખ્ય મહેમનો તરીકે કેયાબેન ચોટલીયા (એએસઆઇ ટ્રાફીક પોલીસ વિભાગ) શ્રધ્ધાબેન  પરમાર (પોલીસ કોન્સ્ટેબલ આજી ડેમ પોલીસ ચોકી) અશ્વીનભાઇ રાઠોડ (હેડ કોન્સ્ટેબલ, બી ડીવીઝન પોલીસ ચોકી) તથા જ્ઞાતી સમસ્તમાંથી હેમરાજભાઇ કાચા,  કિશોરભાઇ પરમાર, નરેન્દ્રભાઇ રાઠોડ, જેન્તીભાઇ કાચા, દામજીભાઇ ચોટલીયા, જગદીશભાઇ વાઘેલા, હસમુખભાઇ ગોહેલ, જયેશભાઇ ટાંક, માવજીભાઇ અજાગીયા, જે.કે.ગ્નાગાણી, શૈલેન્દ્રભાઇ ટાંક, હિતેશભાઇ રાઠોડ (૭ ન્યુઝ ગુજરાતી મીડીયા) તથા વિદ્યાર્થી મંડળ, શ્યામવાડી, વિદ્યાર્થી બોર્ડીગ તથા વિવિધ મંડળોના આગેવાનો હાજર રહયા હતા. સેમીનારને સફળ બનાવવા માટે એપ્સીલોન એકેડેમીના સભ્યો ભાવીનભાઇ ચોટલીયા, વિશાલભાઇ ચોટલીયા, રવીભાઇ વાઘેલા, શુભમભાઇ લાડવા, રોનકભાઇ ભટ્ટી, સંકલ્પ ભાઇ ચાવડા તથા ધવલભાઇ ટાંક હાજર રહયા હતા. ભાવીનભાઇ ચોટલીયા (૭૬રર૮ ૦૧૧૬૦)

(11:29 am IST)