રાજકોટ
News of Thursday, 9th April 2020

લોક ડાઉનમાં વી.વી.પી.નું ઓનલાઇન શિક્ષણ

રાજકોટ : કોરોના મહામારીને કારણે લોકડાઉનનાં સમયમાં જ્યારે વર્ગખંડોમાં શિક્ષણકાર્ય વિલંબિત છે ત્યારે વી.વી.પી.નાં પ્રધ્યાપકો ''વર્ક ફોર હોમ'' સિધ્ધાંત અનુસાર ઘરે રહીને પણ ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજીનાં ઉપયોગ દ્વારા શિક્ષણ આપી રહ્યા છે. લોકડાઉનના સમયમાં પણ વી.વી.પી.નાં વિદ્યાર્થીઓનું એક પણ દિવસનું શિક્ષણકાર્ય બગડયું નથી.  વી.વી.પી.નાં મીકેનીકલ, ઇલેકટ્રીકલ, કેમીકલ, ઇર્ન્ફોમેશન ટેકનોલોજી, કોમ્પયુટર એન્જીનીયરીંગ, ઇલકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશન, બાયોટેકનોલોજી, સીવીલ અને નેનો ટેકનોલોજી વિભાગનાં તજજ્ઞ અને અનુભવી પ્રાધ્યાપકો ઝુમ એપ્લીકેશન, ગુગલ કલાસરૂમ, યુ ટયુબ, વિડીયો શેરીંગ લીંક,  વગેરે અનેક ટેકનોલોજી માધ્યમો દ્વારા વિદ્યાર્થીઓને જ્ઞાનસભર સજ્જ કરી રહ્યા છે.

વી.વી.પી.નાં શ્રી ડો. જયેશ દેશકરનાં માગદર્શન હેઠળ વી.વી.પી.નાં પ્રધ્યાપકોની  મહેનતને વિદ્યાર્થીઓ તથા વાલીઓને એકી અવાજે વખાણી છે. વિદ્યાર્થીઓનો  પ્રતિસાદ પણ મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ નિયમિત રીતે અભ્યાસ કરી રહ્યા છે. અને પ્રશ્નપત્રનાં જવાબો પણ મોકલી રહ્યા છે. ી.વી.પી.નાં મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા તથા ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, ડો. હર્ષલભાઇ મણીયાર તથા આચાર્ય ડો. જયેશ દેશકર તમામ પ્રધ્યાપકોની મહેનતને બિરદાવી છે.

(4:22 pm IST)