રાજકોટ
News of Thursday, 9th April 2020

શહેરમાં ગઇકાલે રર૯ કિ. મી. વિસ્તારમાં જંતુનાશક દવા છંટકાવ કરાયો

વોર્ડ નં. ૧ નાં અનેક વિસ્તારોમાં સેનીટાઇઝેશન થયુ નથીઃ દવા છાંટવાનાં મશીનો મોકલ્યા લોકોની આજીજી

રાજકોટ તા. ૯ :.. શહેરમાં દરરોજ  તમામ વોર્ડમાં સોડીયમ હાઇપો કલોરાઇડ દવા અને પાણીનાં મિશ્રણથી રસ્તાઓ શેરી - ગલીઓ સેનીટાઇઝ થઇ રહી છે. જે અંતર્ગત આજે રર૯ કી. મી. વિસ્તારમાં દવા છંટકાવ થયો હતો.

દરમિયાન વોર્ડ નં. ૧ નાં કેટલાક વિસ્તારો ઉપરાંત અન્ય વોર્ડની સોસાયટીઓમાં પણ દવા છંટકાવ થયો નહી હોવાથી વિસ્તારવાસીઓ દવા છંટકાવ માટે તંત્ર સમક્ષ આજીજી કરી રહ્યા છે. જો કે બાકીનાં વિસ્તારોમાં પણ દવા છંટકાવ થશે. તેવી ખાત્રી સ્ટે. ચેરમેન ઉદય કાનગડે આપી છે.

(3:59 pm IST)