રાજકોટ
News of Thursday, 9th April 2020

રાજકોટના ટોપમોસ્ટ ૪૦ ફીઝીશયનો કોરોના સામે જંગ લડવા સીવીલમાં સેવા આપવા તૈયાર : સીએમ સાથે વીસી

જરૂર પડયે બીજા નજીકના જીલ્લામાં પણ જશે : વીસીમાં ડો. અમીત હપાણી-ડો. લાલસેતા

રાજકોટ, તા. ૯ : રાજકોટમાં કોરાનાના કેસો વધે અને રેપીડ ટેસ્ટની પણ જરૂરીયાત પડે તો વધુને વધુ ડોકટરો-નર્સ-મેડીકલ સ્ટાફની જરૂરીયાત ઉભી થાય, આથી આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઇન્ડીયન મેડીકલ એસો.ના પ્રમુખ અગ્રણીઓ અને વિખ્યાત ડોકટર- ડો. અમિત હપાણી, ડો. લાલસેતા તથા અન્યો સાથે વીસી યોજી હતી. જેમાં કોરોના કેસમાં વધારો થાય તો સેવા આપવા તૈયાર છે કે કેમ તે અંગે મુખ્યમંત્રીએ વિગતો માંગી હતી.

કલેકટર કચેરીમાં યોજાયેલ વીસીમાં મુખ્યમંત્રીને રાજકોટના ૪૦ ફીઝીશ્યનો-ટોપ મોસ્ટ ડોકટરો-સીવીલ હોસ્પિટલમાં જરૂ પડયે સેવા આપવા સહમત થયા હતા, તે ઉપરાંત રાજય સરકાર આદેશ કરે તો નજકીના કોઇપણ જીલ્લામાં પણ ડોકટરો સેવા આપવા તૈયાર હોવાનું પણ ડોકટરોએ મુખ્યમંત્રી સાથે યોજાયેલ વીસીમાં ખાત્રી આપી હતી.

(3:59 pm IST)