રાજકોટ
News of Thursday, 9th April 2020

રાજકોટમાં રેપીડ ટેસ્ટ વધારાશે : ડોકટરો સેવા આપવા તૈયાર

ડોકટરો સાથે મુખ્યમંત્રીની વીસી ચાલુ : યાદી મંગાવાઇ : જંગલેશ્વરમાં એકધારો સર્વે ચાલુ : તમામ પુરવઠો આપી દેવાયો છે.. : રેપીડ ટેસ્ટમા પહેલા આરોગ્ય કર્મચારીઓને આવરી લેવાશે : ૧૪ દિવસ પૂરા થયા બાદ કલસ્ટર ન ગણાય : પત્રકારોને માહિતી આપતા કલેકટર રેમ્યા મોહન

રાજકોટ, તા. ૯ : રાજકોટ જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને આજે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, હવે રાજકોટ શહેર-જીલ્લામાં રેપીડ ટેસ્ટ વધારાશે. આ અંગે ડોકટરો સાથે મીટીગ થઇ છે અને તે મતલબની સૂચના પણ અપાઇ ગઇ છે.

તેમણે જણાવેલ કે, અમે કોન્ટેક ટસ્ટીંગ પણ આવરી લઇએ છીએ, પહેલા રેપીડ ટેસ્ટ આરોગ્ય કર્મચારીઓ-ડોકટરો-નર્સ-પેરામેડીકલ સ્ટાફનું ખાસ કરાશે. એન્ટીબોડી ચેકઅપ કરવાથી કોઇ વાયરલ ડેવલપ થયા હોય તો ખબર પડી જાય. આ રેપીડ ટેસ્ટમાં લોકોને પણ આવરી લેવાશે.

તેમણે જણાવેલ કે હવે દિવસે દિવસે ટેસ્ટીંગ પણ વધારાશે. અલગ અલગ વિસ્તારો પણ જરૂર મુજબ કલ્સ્ટર કરાશે. સફાઇ-હોમ ડિલીવરી તથા જયાં અવરજવર વધુ હોય ત્યાં ખાસ ચેકીંગના આદેશો અપાયા છે. કલેકટરે ઉમેર્યું હતું કે જંગલેશ્વરમાં બીજો કેસ પોઝીટીવ આવ્યો છે. પરિણામે સર્વે માટે ટીમો ઉતારી છે, જે લોકોને હોમ કોરોન્ટાઇન કરાયા છે, તે તમામમાં જરૂરીયાત મુજબની વસ્તુઓનો પુરવઠો પણ આપી દેવાયો છે. કલેકટરે જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિમાં IMA ેના ડોકટરો સેવા આપવા તૈયાર છે. યાદી મંગાવી છે.  બપોરે ૧ વાગ્યે ડોકટરો સાથે મુખ્યમંત્રી વીસી પણ યોજાઇ છે. સિલેકટેડ ડોકટરો ઉપરાંત ધારાસભ્ય-સાંસદ પણ હાજર રહેશે. રાજકોટના પ્રમુખ ડો. લાલસેતા, ડો. હપાણી ખાસ હાજર રહેનાર છે.

(3:59 pm IST)