રાજકોટ
News of Thursday, 9th April 2020

વિધવા મહિલાઓને પેન્શન

 મેટોડા જીઆઇડિસી પોસ્ટ તેમજ પાંચ બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં ચાર લાખ આડત્રીસ હજાર છસો વિસ રૂપિયા ગંગા સ્વરૂપ મહિલાઓ ને પેન્શન ચુકવવામાં આવેલ છે. અત્યારે દેશ તેમજ રાજયમાં કોરોના વાઈરસ ની મહામારી ચાલી રહેલછે દેશ ભરમાં ૨૧ દિવસનું લોકડાઉન ચાલી રહેલ છે તેવા સમયમાં સરકાર દ્વારા ચુકવાતુ ગંગા સ્વરૂપ મહિલાઓ ને પેન્શન ચુકવવામાં આવી રહેલ છે અને આ પેન્શન પોસ્ટ ઓફિસના ગ્રામિણ ડાક સેવકો દ્વારા ગંગા સ્વરૂપ મહિલાઓને પોતાની ઘરે જઇને પેન્શન ચુકવવામાં આવેછે તેવું મેટોડા જીઆઇડિસીના સબ પોસ્ટ ઓફિસના એસ.પી.એમ. જાનવીબેન તેમજ પી.એ.નેહલબેનની યાદીમાં જણાવે છે.

(3:56 pm IST)