રાજકોટ
News of Thursday, 9th April 2020

સ્ક્રીનથી થાકતી આંખો વાંચવાથી થાકતી નથી, વિશ્વવ્યાપી રોગ જે ઝડપે ફેલાય છે એ ઝડપે પુસ્તકો કેમ ન ફેલાય?

કોરોના નહિ, કિતાબ... વાઈરસ નહિ, વાચનઃ ૧૪મી સુધી જય વસાવડાના પુસ્તકો ૨૫ ટકા ડિસ્કાઉન્ટ સાથે મળશે

બેસ્ટસેલર બૂકસમાં અનેકવિધ વાંચન સામગ્રીનો મહાસાગરઃ પુસ્તક પ્રાપ્તિ સાથે આફતમાં દેશસેવાનું-કોઇને મદદરૂપ થવાનું કામ કરવાની તકઃ ભારતભરમાં ઘરબેઠા કોઇપણ પોસ્ટેજ-કુરિયર ચાર્જ વગર ઇચ્છો એટલી સંખ્યામાં બૂક થઇ શકશે...ડો. આંબેડકર જયંતિની રાત સુધી ઓફર : ૬ તારીખથી વેંચાણ શરૂ થયું અને આંકડો ૩,૦૬,૦૦૦ને પહોંચી ગયોઃ વાંચકોને જય વસાવડાએ પાઠવ્યા : હૃદયથી અભિનંદન : પોઝિટિવ ખાલી કોરોનાના દર્દી જ ન હોય, આવી ઘટના ય મોજનું મોજુ ઉભુ કરે એ (કુછ દુસરો કે લિયે ભી) 'કરો ના' પોઝિટિવ ન કહેવાય? : પુસ્તકો ખરીદનારને ડિસ્કાઉન્ટ મળશે એટલી જ રકમ જય વસાવડા 'પીએમ કેર્સ' ફંડમાં કોરોના સામેની લડત માટે જમા કરાવશેઃ જેમાં વાંચકોના નામની યાદી પણ જોડવામાં આવશે

રાજકોટ તા. ૮: ખુબ જ જાણીતા લેખક, કોલમિસ્ટ, મોટિવેશન ગુરૂ રાજકોટનું ગોૈરવ એવા જય વસાવડા અસંખ્ય ચાહકો છે. જય વસાવડાના દરેક પુસ્તકોમાં કોઇક ને કોઇક સરસ હેતુ હોય છે. કોરોનાની મહામારીને કારણે દેશ પર આવી પડેલી આફતમાં લોકોને વાંચન સામગ્રીનો ભરપુર રસથાળ મળી રહે અને સાથોસાથ વડાપ્રધાનશ્રીના કોરોના રાહતફંડમાં વાંચકો અને લેખક સહાય પણ કરી શકે તેવા નોખા જ વિચાર સાથે જય વસાવડાએ એક અદ્દભુત ઓફર મુકી છે. ૬ એપ્રિલથી લઇ ૧૪ એપ્રિલની મધરાત સુધી જય વસાવડાના તમામ ઉપલબ્ધ પુસ્તકો ભારતભરમાં ઘર બેઠા કોઇપણ પ્રકારના પોસ્ટેજ-કુરિયર ચાર્જ વગર ૨૫ ટકા ડિસ્કાઉન્ટ સાથે ઇચ્છો તેટલી સંખ્યામાં તમે બૂક કરાવી શકશો!...તમને જે ૨૫ ટકા ડિસ્કાઉન્ટ મળશે એટલી જ રકમ એટલે કે બીજા ૨૫ ટકા રકમ લેખક ઉમેરી PM cares ંંફંડમાં કોરોના સામેની લડત માટે જમા કરાવવામાં આવશે. તેની સાથે તમામ વાચકોના નામોની યાદી પણ જોડવામાં આવશે. પ્રામાણિક પારદર્શકતા માટે રોજેરોજ જેટલી ખરીદી થાય તેની યાદી પણ વેબસાઇટ પર મુકાશે.

જય વસાવડા જણાવે છે કે-જગત આખાને અત્યારે દ્યરમાં બેસીને બહારનો ઘોંઘાટ શમાવી, જાત સાથે વીતાવવા મળતા મહામૂલા સમયની કદરદાની સમજાઈ રહી છે. સ્ક્રીનથી થાકતી આંખો વાંચવાથી થાકતી નથી. રોગનો ચેપ લાગે એના કરતા સુટેવોનો વધુ ફેલાવો જોઈએ,તો જ આપણે માણસ કહેવાઈએ. પેન્ડેમિક જે ઝડપે ફેલાય એ ઝડપે પુસ્તકો કેમ ન ફેલાય ?

PM cares ફંડમાં કોરોના સામે જંગમાં યથાશકિત યોગદાન બધા આપે છે. વ્યકિતગત તો આપતા રહીએ. મારા જેવા તો સતત સાચી વૈજ્ઞાનિક જાણકારી અને લોકડાઉન દરમિયાન મનમાં ડિપ્રેશન ન આવે એવા જોશ અને આનંદને ફેલાવવાની ફરજ પણ બજાવતા થઇ ગયા છીએ. મારાથી અનેકગણું મોટા મોટા લોકો કરી જ રહ્યા છે, એમને વંદન જ હોય. આ સમય બધું ભૂલીને દેશ અને માનવતા માટે એક થવાનો છે. પણ વિચાર એ હોય કે આપણે જો થોડા લોકોના ય હૃદય સુધી પંહોચતા હોઈએ તો એમને સાથે કેમ ન જોડવા ? હું તો કહું છું જ, કે જે મળ્યું એમાં માતાપિતાસદગુરુજનોના આશીર્વાદ ઉપરાંત ઉપરવાળાની કૃપા ને નીચેવાળાનો પ્રેમ. તો જે સાચા ચાહકો, જેન્યુઈન વાચકો છે એમને સત્કાર્યોમાં સાથે કેમ ન જોડીએ ?

બસ, રામનવમીએ એક સંકલ્પ ઉગ્યો અમારા એટલે મારા અને નવભારત સાહિત્ય મંદિરના રોનકના મનમાં. અને મહાવીર જન્મકલ્યાણક ભગવાન મહાવીરના જન્મોત્સવના મંગલ દિને એનો શુભારંભ કર્યો. એ પવિત્ર દિવસથી શરૂ કરીને ૧૪ એપ્રિલ ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતીના રાષ્ટ્રીય દિવસ સુધી – સંવેદનશીલ જીવદયાના જનકલ્યાણથી જ્ઞાન થકી સામાજિક સમરસતાને અર્ધ્ય રૂપે અમારો એક નાનકડો નવતર વિચાર છે.

આ ૬ એપ્રિલથી શરૂ કરી ૧૪ એપ્રિલ મધરાત સુધી મારા એટલે કે જય વસાવડાના તમામ ઉપલબ્ધ પુસ્તકો ભારતભરમાં ઘેર બેઠાં કોઈ પોસ્ટેજ / કુરિયર ચાર્જ વિના ૨૫ ડિસ્કાઉન્ટ સાથે ઈચ્છો એટલી સંખ્યામાં બૂક થઇ શકશે ! એટલું જ નહિ, તમને જે કિંમતના ૨૫ ડિસ્કાઉન્ટ મળ્યું, એટલી જ રકમ ( એટલે બીજા ૨૫) અમારા તરફથી અમે PM cares ફંડમાં કોરોનાની લડત માટે જમા કરાવીશું. જેમાં સાથે તમામ વાચકોના નામોની યાદી પણ જોડીશું. પ્રામાણિક પારદર્શકતા માટે રોજેરોજ જેટલી ખરીદીઙ્ગ જેમની થઇ, એ પણ વેબસાઈટ પર મુકીશું જ. મતલબ,આમ દરેક પુસ્તક અડધી કિંમતે ઈચ્છો એટલી નકલમાં છે. પણ ૨૫્રુ વાચકને મળશે અને ૨૫્રુ કોરોના રાહતફંડમાં જશે. ભારતભરમાં મોકલવાનું તો તદ્દન નિઃશુલ્ક રહેશે. પણ એ બધો ખર્ચ અમે ભોગવી લઈશું.ઙ્ગ

ઉદાહરણ ખાતર તમે JSK બૂક ઓર્ડર કરી, જેની કિંમત ૫૦૦ રૂપિયા છે. તો તમને એના ૨૫ લેખે ૧૨૫ રૂપિયા બાદ મળશે (૩૭૫માં પડશે ) અને બીજા ૧૨૫ અમે PM cares ફંડ માટે રાખીશું. તમે એક ઓર્ડરમાં ચાહો એટલા ટાઇટલ ચાહો એટલી સંખ્યામાં ખરીદી શકશો. કોઈને ગિફટ પણ મોકલાવી શકશો. ઘેર બેઠાં જ એમનું એડ્રેસ સાઈટમાં ભરીને. જે સહયોગ આપશે એમને વાચક તરીકે ધન્યવાદ કહેવા એમના નામોની યાદી સહિત છેલ્લે બધી રકમ જમા થશે. ઓલરેડી પુસ્તકોના પ્રોડકશનનો કોસ્ટ તો હોય જ. આમાં કોઈ અન્ય સ્પોન્સર નથી. એટલે સહેલાઈથી સમજી શકો કે પુસ્તકદીઠ અમારા પક્ષે આમાં કમાણીનો હેતુ જ નથી. ઉપરના ઉદાહરણ મુજબ જે ૨૫૦ રૂપિયા અમારી પાસે રહેશે એમાં સ્ટોરેજ, હેન્ડલિંગ, મેઈલિંગ, આજના ભાવે પ્રોડકશન કોસ્ટ ગણો તો મેળવવાનું નહિ ગુમાવવાનું થાય છે ( જે જાણકાર વાચકો છે એ જાણે જ છે કે બધી જગ્યાએ પ્રિન્ટિંગ પેપરના ભાવ વધી ગયા હોવા છતાં મારા જૂના ઉંચી પડતર ધરાવતા પુસ્તકોમાં વર્ષોથી કોઈ ભાવવધારો કરેલો નથી, બાકી JSK નો ભાવ ૭૦૦ હોય અને જય હોનો ૫૦૦ હોય ! ).ઙ્ગ

આ બધા જ બેસ્ટસેલર નીવડેલા પુસ્તકો છે. હજારોની સંખ્યામાં સતત વેંચાતા રહેલા. દરેક વર્ષે સતત રિપ્રિન્ટ થતા. એટલે નથી વેંચાતા એવું તો જરાય નથી. આરામથી વેંચાય છે કોઈ ડિસ્કાઉન્ટ વિના જ ! હેતુ બે છે, એક બધા મારા વાચકોને સાથે જોડીને એક ચેઈન બનાવી કોરોના બાબતે આર્થિક યોગદાન કરવાનો અને એ નિમિત્ત્।ે સરસ નીવડેલું વાચન વાઈરસના એન્ટીડોટની જેમ ફેલાવવાનો. અને હા, ત્રીજો ગણો તો દ્યેર બેઠાં વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરવાનો. એ ય મોકલવાનો ખર્ચ પણ અમે ભોગવી લઈએ એમ.

નવભારત સાહિત્ય મંદિરના વડીલ સ્થાપક ને લીલી વાડી જોઈ ચુકેલા વયોવૃદ્ઘ ધનજીભાઈને હમણાં જ ગુમાવ્યા. એમની સ્મૃતિઓને વંદન. મારા યુવા મિત્ર એવા એ જ પરિવારના રોનક શાહને ત્યાં આજે જ ટવીન્સ જન્મના વધામણા આવ્યા એને અભિનંદન. જરૂરી ચોખવટ. વ્યકિતગત રીતે હું તો વર્ષોથી મારી માસિક કમાણીના ૧૦ કરતા ઘણી વધુ રકમ હેલ્થ એન્ડ એજયુકેશન માટે ( મારા અને મારા પપ્પાને લગતા ખર્ચ સિવાય ) પરોપકારમાં ખર્ચું જ છું. એનો કયારેય જાહેર ઢંઢેરો નથી પીટ્યો. ભૂતકાળના કડવા અનુભવે એ વ્યવહાર મેં અંગત સ્વજનો પુરતો જઙ્ગ રાખ્યો છે, પણ મારો અન્ય કોઈ મોટો ધંધો કે નોકરી કે ભવિષ્યની સલામતી ન હોવા છતાં આપું જ છું. ન હોય ખિસ્સામાં ત્યારે ય આપ્યા છે. એટલે આચરણ વગરની અપીલ નથી. આમ સરખો પ્રતિસાદ ન મળે તો ય હું અને નવભારત એક ચોક્કસ નક્કી કરેલી રકમ તો જમા કરાવી જ દઈશું. આ પ્રયાસ વાચનવિસ્તાર અને વાચકોને એક ટીમ તરીકે પુણ્યકાર્યમાં જોડવાનો જ છે.

તો આ રહી આ કોઈકના પેટની ભૂખ ઠારતી અને બુકની ભૂખ ઉઘાડતી યોજનાની એ માટેની વેબસાઈટ-www.navbharatonline.com/authors/jay-vasavada.html

ઓફર શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં ૩,૦૬,૦૦૦થી આગળ નીકળી ગયો છે. સોૈ પુસ્તક પ્રેમીઓને અને કોઇને ગિફટ આપવા માટેની તેમજ સાથે દેશ સેવા કરવાની તક જવા દેવા જેવી નથી. જય વસાવડા અંતમાં કહે છે શકય તેટલો પ્રતિસાદ આપી આ વિચારને ફેલાવજો. દુનિયાને બતાવી દઇએ કે પોઝિટિવલી અમે કોરોના કરતાં વધુ સરસ હ્યુમન ચેઇન બનાવી શકીએ છીએ. આટલી સરસ શરૂઆત આપવા માટે  મારા બધા જેન્યુઇન જેવીલવર્સને મારા સાષ્ટાંગ દંડવત.

www.navbharatonline.com/authors/jay-vasavada.html

ઉપરોકત સાઇટ પર લોગ ઇન થઇ એક ઓર્ડરમાં ચાહો એટલા ટાઈટલ, ચાહો એટલી કોપીઝ એક જ ઓર્ડરમાં નોંધાવી શકો,ગિફટ આપી શકોઙ્ગપણ ચેકઆઉટ વખતે ૨૫ ડિસ્કાઉન્ટ માટે કુપન JAYCOVID19 નાખવાનું ચૂકતા નહિ

(3:55 pm IST)