રાજકોટ
News of Thursday, 9th April 2020

૧૦ એપ્રિલ વિશ્વ હોમીયોપેથીક દિવસ

હોમીયોપેથીક સારવાર રોગને જડમુળમાંથી નાબુદ કરે છે

હોમીયોપેથીક ચિકિત્સા પધ્ધતીની શોધ જર્મનીનાં ડો. સેમ્યુઅલ હનીમને, ઇ.સ.૧૭૯૬ માં કરી હતી. તેમનો જન્મ ૧૦ એપ્રિલ ૧૭૫૫માં થયો હતો. માટે ૧૦ એપ્રિલે ''વિશ્વ હોમીયોપેથીક દિવસ'' તરીકે જગતમાં ઉજવવામાં આવે છે. ડો. હનીમેન એ સમયનાં એમ.ડી. ચિકિત્સક હતા, અને ૧૪ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. જેથી વિવિધ ભાષામાં ભાષાંતર કરવું તેમના માટે ખુબજ સરળ હતુ. ૧૭મી - ૧૮મી સદીમાં ચિકિત્સા તથા સારવાર અત્યંત પીડાદાયક અને અમાનવીય હતી. આવા સમયમાં એક વૈદ્યકિય પુસ્તકના ભાષાંતર દરમિયાન તેમને અવલોકનમાં આવ્યુ કે ''CINCHONA.OFF '' ના વૃક્ષની છાલનો રસ, તંદુરસ્ત માનવ દ્વારા લેવામાં આવે તો, ખુબજ ઠંડી લાગવાની સાથે, શરીરનું તાપમાન વધવાથી તાવ આવે છે. અને પરસેવો થયા બાદ તાવ ઉતરી જાય છે.

ડો.હેનીમેને આ સિધ્ધાંત આપ્યા બાદ તે સમયની (૧૮મી સદી) ઉગ્ર જલદ ઔષધિઓને લીધે થતી આડઅસર અટકાવવા માટેના પ્રયત્ન રૂપે, દવાના તત્વોને નિશ્ચિત પ્રમાણમાં  નિસ્યંદીત પાણી, દુધ શર્કરા, અને આલ્કોહોલમાં મેળવી દીધા. તથા અમુક ચોકકસ-નિશ્ચિત સમય સુધી અને નિશ્ચિત સમય સુધી અને નિશ્ચિત દિશામાં જ ખરલમાં દવાના તત્વોને ઘુંટીને આપવાનું શરૂ કર્યુ. જેના પરીણામે તેમણે પ્રતિપાદીત કર્યુ છે કે જેમ જેમ દવાના તત્વોને ભૌતિક શાસ્ત્રમાં નિયમાનુસાર નિશ્ચિત રૂપથી પદાર્થને ખરલમાં લસોટવાથી તે પદાર્થમાં સામાન્ય અવસ્થામાં સુશુપ્ત શકિતઓ હોય છે તે, લસોટવાથી વધારે છે વધારે શકિતશાળી  કાર્યદથી એટલે કે potent  બને છે આ સિંધ્ધાંતને તેમણે ''potentisation''  એટલે કે '' પદાર્થનું સુક્ષ્મીકરણ'' નો મુલવવામાં આવ્યું.

હોમીયોપેથીક સારવારમાં આપવામાં આવતી મીઠી ગોળીઓ અને દવા વિવિધ તત્વો- પદાર્થમાંથી બનાવવામાં આવે છે. જેવા કે (૧) વનસ્પતિ (૨) પ્રાણીની પેશીઓ  (૩) ખનીજ તત્વો અને રસાયણો (૪) વનસ્પતિ અને પ્રાણીની તંદુરસ્ત પેશીનાં રસાયણો (૫) વનસ્પતિ, પ્રાણી અને માનવીય દુરસ્ત પેશીઓ (૬) કુદરતી જૈવિક શકિતઓ  (૭) અકૃત્રિમ રસાયણિક તત્વોમાંથી દવાને અલગ-અલગ પાવર (potency) માં ઉપલબ્ધ કરવામાં આવે છે.

જયારે હોમીયોપેથીક વિજ્ઞાનમાં ૧૭૯૬થી લઇને આજ-દિન  સુધી વિવિધ તત્વોમાંથી બનાવેલી આશરે ૪૬૦૦ દવા ઉપલબ્ધ હશે પણ એકપણ દવા પર આજ સુધી  કોઇપણ પ્રકારની આડઅસર કે કોઇપણ પ્રતિબંધીત દવા તરીકે સરકારશ્રી તરફથી ફરમાન થયેલ નથી. જે આ દવાની અને આ તબીબી વિજ્ઞાનની ફળદુપતા અને સચોટતા પુરવાર કરે છે.

 આજે વિશ્વમાં હોમીયોપેથીક દવાનો વિશેષ રૂપે પ્રસાર અને પ્રચાર થઇ રહયો છે. તે જોતા, આવતો સમય માત્ર અને માત્ર આ સારવારનો જ હશે તેમ કહેવુ અતિશયોકિત નથી.

હોમીયોપેથીક સારવાર ચિકિત્સામાં રોગીના રોગને સંપૂણપર્ણે જડમુડમાંથી કાયમ માટે નાબુદ કરે છે. અને અન્ય કોઇપણ પ્રકારની આડઅસર કે વિપરીત અસર વગર અને બીજા નવા રોગો ઉત્પન કર્યા વગર સંપૂર્ણ પણે તંદુરસ્ત બનાવે છે.

સંકલનઃ

ડો. શ્રેયા કિર્તીકુમાર જોષી

(બી.એચ.એમ.એસ)(ગોલ્ડ મેડાલીસ્ટ)

વિદ્યાર્થીની એ.એચ.એમ.સી પારૂલ યુનિવસીર્ટી

મો.૯૮૨૫૧ ૪૫૪૭૬

(3:52 pm IST)