રાજકોટ
News of Thursday, 9th April 2020

રાજકોટ પુરવઠા પાસે હાલ ખાંડ-ચણાની દાળની ભારે અછત : સરકાર ફાળવે પછી APL-1ને અપાશે

ઘઉં-ચોખા છે... પણ આમ છતાં જથ્થો તો જોઇશે જ : સરકાર જ તારીખો જાહેર કરશે... : પાા લાખ એપીએલ કાર્ડ ધારકો માટે ઘઉં-ચોખા-દાળ-ખાંડ થઇને કુલ ૧૬ ટન માલ જોઇએ : સવારથી ગણત્રી ચાલુ... : એક દુકાન દીઠ રોજના ૮૦૦ કાર્ડ હોલ્ડરોને બોલાવવા પડે : મોડીરાત સુધી દુકાનો ખુલ્લી રાખવી પડે : લોકોના ટોળા ઉભા થશે : લોકડાઉન વખતે જ ધમાલની શકયતા

રાજકોટ, તા. ૯ : રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગઇકાલે મહત્વની જાહેરાત કરી કે રાજકોટના પ લાખ ૮૦ હજાર સહિત કુલ રાજયના ૬૦ લાખ એમએલ-૧ કાર્ડધારકોને પણ ૧૦ કિલો ઘઉં-૩ કિલો ચોખા-૧ કિલો દાળ રાજકોટની રરપ સહિત જીલ્લાની કુલ ૭૦૦ થી વધુ રાશનીંગ દુકાનો ઉપરથી કાર્ડ ધારકોને માલ અપાશે.

એટલું જ નહીં જયારથી અપાશે ત્યારે પણ દુકાનો ઉપર ટોળા જામશે, લોકડાઉનનો કોઇ અર્થ નહીં રહે. પ૦-પ૦ને એસએમએસ કરાય તો રોજના ૮૦૦ થી વધુ કાર્ડ ધારકોને જથ્થા માટે બોલાવવા પડે, સવારે ૭ થી મોડી રાત સુધી દુકાનો  ખુલ્લી રાખવી પડે, આ બધા ભયસ્થાન પુરવઠાના સૂત્રો વ્યકત કરી રહ્યા છે અને સવારથી નિગમના ગોડાઉનમાં કેટલો જથ્થો છે તેની આખી ગણતરી ટીમો દ્વારા શરૂ કરાઇ છે. અને ૧ કિલો ખાંડ મફત અપાશે.

આ મહત્વની જાહેરાત છે, પરંતુ તાજેતરમાં જ ૩ાા લાખ પરિવારો કે જેમાં બીપીએલ-અત્યોંદય અને એનએફએસએ વાળા એપીએલ-૧ તથા બ્રહ્મ યોજના અંતર્ગત ૭ હજાર લોકોને આ બધો જથ્થો અપાશે. પરિણામે રાજકોટ પુરવઠા પાસે નિગમના ગોડઉનમાં દાલ અને ખાંડના જથ્થાની ભારે શોર્ટેજ છે, પુરવઠાના સુત્રોએ ઉમર્યુ હતું કે ફુલ પ લાખ ૮૦ હજાર આસપાસ કાર્ડ ધારકો માટે ઘઉં-ચોખા છે, પણ આમ છતાં આ જથ્થો પણ મંગાવવો પડશે, પણ દાળ-ખાંડની ભારે અછત છે, તાજેતરમાં બ્રહ્મ યોજના અંતર્ગત ૭ હજાર પરિવારોને માંડ પુરૂ કરાયું છે હવે આ પ લાખ  પ૦ હજાર કુંટુબો માટે જથ્થો અપાર-ફાળવાય સરકાર જ તારીખો નકકી કરે પછી જ ટોકન પુરવઠાના સુત્રોના ઉમેર્યા પ્રમાણે એપીએલ-૧ કાર્ડ ધારકો માટે પ૭૦૦ ટન ઘઉં, ૧૭૦૦ ટન-ચોખા, ૬૦૦ ટન દાળ અને પ૬૦૦ ટન ખાંડ જોઇએ કુલ ૧૬ થી ૧૭ ટન માલની જરૂરીયાત રહેશે, આ બધી ગણત્રી કરી કલેકટર તંત્ર દ્વારા ગાંધીનગર પુરવઠામાં વિગતો આજે મોકલાય તેવી શકયતા છે.

(3:48 pm IST)