રાજકોટ
News of Thursday, 9th April 2020

ભારત વિકાસ પરિષદ દ્વારા ટીફીન સેવા

રાજકોટ : કોરોના વાઇરસ અને લોકડાઉનના પગલે શહેરના બધા સભ્યો ઘરમાં કવોરન્ટાઇન છે ત્યારે ઘણા બધા પરિવારોના ઘરમાં ચૂલો સળગી નથી શકતો અથવા તો મજબૂરીથી સીવિલ હોસ્પિટલમાં રહેવું પડયું છે તેવા ૧૯૩૦ જેટલા લોકોને ભારત વિકાસ પરિષદ-આનંદનગર શાખા, સદભાવના વૃદ્ધાશ્રમ, અર્પણ ફાઉન્ડેશન અને રોયલ ગ્રુપ દ્વારા ટિફીન સેવા પૂરી પડાઇ રહી છે. જેમાં બપોરે અને સાંજે લોકોને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવા લોકડાઉનના પ્રથમ દિવસથી જ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર સેવાકાર્ય ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંત પ્રમુખશ્રી પ્રફુલભાઇ ગોસ્વામી, સદ્ભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઇ ડોબરીયા અને ભારત વિકાસ પરિષદ-આનંદનગર શાખાના શ્રી બકુલભાઇ દુધાગરા અને જેઠસુરભાઇ ગુજરીયાના માર્ગદર્શન હેઠળ થઇ રહ્યું છે. ઉપરાંત ટિફિન સેવા કાર્યમાં સર્વે સભ્યશ્રી જેઠસુરભાઇ ગુજરીયા, પ્રવિણપુરી ગોસ્વામી, ચિરાગભાઇ અજમેરા, રામભાઇ, મહેશભાઇ તોગડીયા જેન્તીભાઇ ચૌહાણ, જેન્તીભાઇ કોરાટ, રમેશભાઇ દતા તથા કરશનભાઇ મેતા વિગેરે સભ્યો જોડાયેલ હતા.

(3:48 pm IST)