રાજકોટ
News of Thursday, 9th April 2020

કોરોના અને લોકડાઉનની સ્થતિમાં માસ પ્રમોશન આપો : ડવ -રબારી

રાજકોટ, તા. ૯ :  કોરોના વાયરસ અને લોકડાઉનની સ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માસ પ્રમોશન આપે તેવી યુવા ભાજપ પ્રમુખ પ્રદીપ ડવ અને પૂર્વ બોર્ડ મેમ્બર પરેશ રબારીએ માંગ કરી છે.

પ્રદીપ ડવ અને પરેશ રબારીએ કુલપતિને રજુઆત કરી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુ.જી. કોર્સના બી.એ. બી.કોમ., બી.એસ.સી., બી.સી.એ. સહિતના કોર્સમાં લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ જો તાત્કાલીક અસરથી એક સાથે પરીક્ષા લેવામાં આવે તો કોરોના વાઇરસ મહામારીના લીધે પુરતી તૈયારી કે અભયાસ કરી શકયા નથી સાથે જ એ પણ જણાવવાનું કે ગ્રેજયુકેશન પછીના માસ્ટર કોર્સ અને સરકારી નોકરીઓમાં તેમજ બીજા ક્ષેત્રમાં પ્રથમ બે વર્ષના માર્કસ ગણતરીમાં લેવામાં આવતા નથી આથી સેમેસ્ટર-ર અને સેમેસ્ટર-૪ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અથવા આગળના વર્ષોમાં પ્રવેશ આપી દેવામાં આવશે. તેમ નથી માટે લાખો વિદ્યાર્થીઓના હિત ખાતર બી.કોમ., બી.એસ.સી., બી.સી.એ. ના વિદ્યાર્થીઓ તરફી વિચરણા કરો તેવી માંગણી કરી છે.

(3:44 pm IST)