રાજકોટ
News of Thursday, 9th April 2020

રાજકોટમાં પરપ્રાંતના ૧ાા લાખ મજૂરોઃ કલેકટર ૪ સાઇટ ઉપર દોડી ગયા : મજૂરો સાથે પૈસા - જમવાનું સહિતનું ચેકીંગ...

મોટા ભાગનાએ બધું મળતું હોવાનું કહ્યું પણ વતન ઘરે જવું હોવાની ખાસ માંગણી કરી...

રાજકોટ કલેકટર અને એડીશ્નલ કલેકટરે આજે સવારના પહોરમાં ૮ થી ૧૦ જેટલી બાંધકામ સાઇટ અને અન્ય કારખાનાઓમાં ચેકીંગ કર્યું તે નજરે પડે છે.

રાજકોટ તા. ૯: લોકડાઉનને કારણે રાજકોટમાં અને તાલુકા વિસ્તારમાં અંદાજે ૧ાા લાખ મજૂરો પરિવાર સાથે સલવાઇ ગયા છે, વતન જઇ શકયા નથી... અને આમાંથી મોટા ભાગના યુપી-બિહારના હોવાનું બહાર આવ્યું છે.

રાજકોટ કલેકટરે થોડા દિવસ પહેલા, બીલ્ડર્સની બાંધકામ સાઇટ અને કારખાનેદારોને પોતાના શ્રમિકો માટે રહેવા-જમવા અને પગારની વ્યવસ્થા કરવા આદેશો કર્યા હતા.

આ પછી આજે સવારના પહોરમાં કલેકટરશ્રી રેમ્યા મોહન અને એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયાએ નાનામવા તથા અન્ય વિસ્તારની જુદી જુદી સાઇટ ઉપર ચેકીંગ કરતા સાઇટના સુપરવાઇઝરો-માલીકોમાં દોડધામ થઇ પડી હતી.

કલેકટરે પોતે મજૂરોના ઘરે જઇ ચેક કર્યું હતું, રહેવા-જમવા-નાસ્તા તથા પાણી-સફાઇ અને પૈસાની સગવડ છે કે કેમ તેઢ વિગતો જાણી હતી.

મોટા ભાગની સાઇટ ઉપર કોઇ ગેરરીતી મળી ન હતી, તમામ મજુરોએ બધું મળતું હોવાનું જણાવેલ પણ ૮૦ થી ૯૦ ટકા મજૂર પરિવારોએ રડતી આંખોએ પોતાના વતન જવાની માંગણી કરી હતી, કલેકટરે તમામને યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.

(3:43 pm IST)