રાજકોટ
News of Thursday, 9th April 2020

લોકડાઉનમાં પાન-માવાનું વેચાણ કરતો સીરાજઅલી ઉર્ફે ફિરોજ પકડાયો

રાજકોટઃ નોવેલ વાયરલના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉન તેમજ બીનજરૂરી કામ વગર બહાર ન નીકળવા અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી.ધોળા, પીએસઆઇ એન.ડી.ડામોર, એએસઆઇ હર્ષદસિંહ, ડી.વી.ખાંભલા, રમેશભાઇ, અરજણભાઇ, ભગીરથસિંહ, વિરેન્દ્રસિંહ, મહેશભાઇ, દિવ્યરાજસિંહ, દિપલબેન તથા રૂપેશભાઇ પટેલ સહીત લોકડાઉન અંતર્ગત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોસ્મોપ્લેક્ષ સિનેમાની સામે અમી વર્ષા સોસાયટી શેરી નં. ૧ બ્લોક નં. ડી. ૪૬ પાસે સીરાઝઅલી ઉર્ફે ફીરોઝ મહેરઅલી સીંધવાણી (ઉ.વ.પપ) (રહે. અમીવર્ષા સોસાયટી શેરી નં. ૧ બ્લોક નં. ડી.૪૬)ને પાન માવાના પેકેટો સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:43 pm IST)