રાજકોટ
News of Tuesday, 9th March 2021

ગર્ભસંસ્કારના લીધે ડિલીવરી સમયે માતા અને બાળક બન્નેને શારીરીક- માનસિક લાભ થાય

ગર્ભસંસ્કારમાં ઈચ્છા મુજબના બાળકનું અવતરણ થઈ શકે છેઃ ડો.પ્રતિક્ષા દેસાઈ * રાજકોટમાં તા.૧૫ થી ૨૧ માર્ચ સુધી આયોજીત વર્કશોપમાં કોઈપણ ફીલ્ડના તબીબો ભાગ લઈ શકશે

રાજકોટ,તા.૯: ગર્ભસંસ્કારથી ઈચ્છા મુજબનું બાળક અવતરણ થઈ શકે છે. ગર્ભસંસ્કારના લીધે ડિલીવરી સમયે માતા અને બાળક બન્નેને શારીરીક તેમજ માનસિક લાભ પ્રાપ્ત થાય છે. આ શબ્દો છે ડો.પ્રતિક્ષા દેસાઈના.

ડો.પ્રતિક્ષા દેસાઈ એમ.ડી. ગાયનોકોલોજી આયુર્વેદના તબીબ છે. રાજકોટ શહેરના રૈયા સર્કલ પાસે ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર વેસ્ટગેટ ફર્સ્ટ ફલોર ખાતે છેલ્લા દોઢ વર્ષથી કાર્યરત કામિની ગર્ભસંસ્કાર કન્સલ્ટીંગ ડોકટર ટીમના હેડ ડો.પ્રતિક્ષા દેસાઈ જણાવે છે કે ગર્ભસંસ્કારથી સૌ પ્રથમ ફાયદો આવનારી લાઈફસ્ટાઈલ માત્ર બાળકનું જ નહિ માતાના સ્વાસ્થ્યને શ્રેષ્ઠ સભાનતા લાવવાનું કાર્ય કરે છે. ગર્ભસંસ્કારથી બાળકની બૌધ્ધિકતાનો તો વિકાસ સાથોસાથ માતાની વિચારધારાથી માંડીને માતાના સ્વભાવ અને મૂડ પર સકારાત્મક અસર સર્જે છે. જેનો સિધો લાભ પારિવારીક સંબંધોમાં થાય છે.

ગર્ભસંસ્કારના લીધે ડિલીવરી સમયે માતા અને બાળક બન્નેને શારીરીક અને માનસિક લાભ થાય છે. ગર્ભસંસ્કારથી અપૂરતા માસે ડિલીવરી કે પછી વ્યકિત બાળકના જન્મના રેશિયોમાં ઘટાડો થાય છે. ગર્ભસંસ્કાર દરમ્યાન માતાના શરીરમાં આવતા ગેરવ્યાજબી ઉદ્દવેગમાં ઘટાડો થાય છે.

આ અંતર્ગત વધુ માહિતી આપવા માટે કામીની ગર્ભસંસ્કાર સેન્ટર રાજકોટ અને ગર્ભવિજ્ઞાન અનુસંધાન સેન્ટર- જામનગર દ્વારા તા.૧૫ થી તા.૨૧ માર્ચ સુધી ગર્ભવિજ્ઞાન ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક ફિલ્ડના તબીબો ભાગ લઈ શકશે. આ વર્કશોપમાં  વિડીયો ડેમોસ્ક્રેશન, કેસસ્ટડી, ફિઝીકલી જેનેટીક એન્જીનિયરીંગ, આયુર્વેદીક ઈમ્યુનાઈઝેશન વિગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવશે.

સાત દિવસીય વર્કશોપની ફ્રી રૂ.૧૩ હજાર રાખવામાં આવી છે. જેની વધુ વિગતો માટે ડો.ફોરમ કાનાણી મો.૭૫૭૫૦ ૦૧૦૬૫ /૬૬ ઉપર સંપર્ક કરી શકાય છે.

તસ્વીરમાં ડો.પ્રતિક્ષા દેસાઈ એમ.ડી. ગાયનેક (આયુ.) (મો.૯૮૭૯૪ ૮૪૭૭૭) નજરે પડે છે.

(4:24 pm IST)