રાજકોટ
News of Tuesday, 9th March 2021

પોલીસમેનની ગાડીમાંથી મળી આવેલ ઇંગ્‍લીશ દારૂના કેસમાં પકડાયેલ પોલીસમેનનો નિર્દોષ છુટકારો ફરમાવતી અદાલત

ફરીયાદ પક્ષ પોલીસમેન વિરૂધ્‍ધ કેસ સાબીત કરવામાં નિષ્‍ફળ ગયેલ છેઃ રીપન ગોકાણીની સફળ રજુઆત

રાજકોટ, તા., ૯: પોલીસ હેડ કવાર્ટરમાં રહેતા રામચંદ્રભાઇ ઉર્ફે ડોન કિસ્‍તુરદાસ સ્‍વામીની ગાડીમાં દારૂનો જથ્‍થો પકડાતા નોંધાયેલ ફરીયાદના કામે આરોપી સામેનો કેસ ચાલી જતા અદાલતે આરોપીને નિર્દોષ ઠટરાવી છોડી મુકેલ છે.

આ કેસની વિગ એવી છે કે તા. ૧૪-૭-ર૦૧૮ના રોજ પોલીસ હેડ કવાર્ટરમાં રહેતા અને પોલીસ કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવતા રામચંદ્રભાઇ ઉર્ફે ડોન કિસ્‍તુરદાસ સ્‍વામીની અલ્‍ટો કાર નં. જીજે ૩ જેસી ર૦૯પમાં ગેરકાયદે પાસ પરમીટ કે આધાર વગરની ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો મળેલ હતો. આરોપી પોલીસ કોન્‍સ્‍ટેબલના ઘર પાસે તેમની ગાડીમાં મળી આવેલ દારૂના જથ્‍થા અંગે ખરાઇ કરતા પોતે દારૂ વેંચતો હોવાની કબુલાત આપેલ હતી. તેમજ આરોપી કોન્‍સ્‍ટેબલ હોય બનાવ સમયે તેઓ તેની ફરજ પર રથયાત્રા પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં બંદોબસ્‍તમાં હતા પરંતુ તેની માલીકીની અલ્‍ટો ગાડીમાં અને તેના ઘર પાસેથી ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો મળેલ હતો જે બાબતે પ્ર.નગર  પોલીસ સ્‍ટેશનમાં પ્રોહીબીશન એકટ કલમ ૬૬ (બી), ૬પ (એ)(ઇ), ૧૬૬ (બી), ૯૮ (ર), ૮૧ મુજબનો ગુન્‍હાની એફઆઇઆર નોંધાયેલ હતી જે ગુન્‍હાના કામે આરોપી પોલીસ કોન્‍સ્‍ટેબલ રામા સ્‍વામીની ધરપકડ કરવામાં આવેલ હતી.

આરોપી તરફે પોલીસના કેસને પ્રથમથી જ નકારી પ્રોસીકયુશન દ્વારા તપાસવામાં આવેલ પંચો તથા પોલીસ સાહેદોની તેમના એડવોકેટ રીપન ગોકાણી મારફત વિસ્‍તૃત ઉલટ તપાસ કરી એવો બચાવ લેવામાં આવેલ કે બનાવ સમયે આરોપી તદન નિર્દોષ છે. તેમજ તેના વિરૂધ્‍ધનો કોઇ પણ ગુન્‍હો બનતો નથી. તેમજ આરોપી તરફે ગુજરાત હાઇકોર્ટ તથા સર્વોચ્‍ચ અદાલતના ચુકાદાઓ રજુ કરી આરોપી પોલીસ કોન્‍સ્‍ટેબલ રામચંદ્ર સ્‍વામીને નિર્દોષ છુોડી મુકવા દલીલો કરેલ હતી. જયારે સામાપક્ષે એવી દલીલ કરી હતી કે આરોપીઓ વિરૂધ્‍ધ પ્રાઇમાફેસી  કેસ છે તેમજ આરોપીની માલીકીની અલ્‍ટો કારમાંથી દારૂનો જથ્‍થો પકડાયેલ હોય જેથી આરોીવિરૂધ્‍ધનો ગુન્‍હો નોંધી ગંભી પ્રકારનો છે. જેથી આરોપીને તકસીરવાન ઠરાવવા પ્રોસીકયુશન દ્વારા દલીલો કરવામાં આવેલ હતી.

કેસના તમામ પાસાઓ તેમજ વડી અદાલતોના ચુકાદાઓ ધ્‍યાને લઇને તેમજ બન્ને પક્ષોની દલીલો તેમજ પુરાવાઓનું મુલ્‍યાંકન કરી અદાલત એવા તારણ પર આવેલ હતી કે આરોપી પોલીસ કોન્‍સ્‍ટેબલ રામચંદ્ર ઉર્ફે ડોન કિસ્‍તુરદાસ સ્‍વામી વિરૂધ્‍ધ પ્રોસકયુશન પોતાનો કેસ સાબીત કરવામાં નિષ્‍ફળ નિવડેલ છે જેથી આરોપીને સદરહું ગુન્‍હાના કામે નિર્દોષ છોડી મુકવાનો ચુકાદો આપેલ છે.આ કામમાં આરોપી રામચંદ્ર ઉર્ફે ડોન કિસ્‍તુરભાઇ સ્‍વામી વતી જાણીતા એડવોકેટશ્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્‍ણવ, કૃષ્‍ણાલ વિંધાણી, હર્ષ ભીમાણી, ઇશાન ભટ્ટ રોકાયેલ  હતા.

 

(3:55 pm IST)