રાજકોટ
News of Tuesday, 9th March 2021

બાકી વેરા સામે મહાપાલિકા ક્રોધિતઃ ૩૦ સામે મિલ્‍કત સીલીંગની કાર્યવાહી

સેન્‍ટ્રલ ઝોનમાં ૧૨ લાખ, વેસ્‍ટ ઝોનમાં ૨૪.૭૭ લાખ અને ઈસ્‍ટ ઝોનમાં ૬.૩૯ લાખની વેરા વસુલાતઃ દુકાનો-ટયુશન કલાસ અને છાત્રાલય સહિત ૧૨ મિલ્‍કતોને સીલ લગાવી દેવાયા

વેરો ભરો નહી તો મિલ્‍કતને તાળુ :.. મ.ન.પા.એ આજે કડક વેરા વસુલાત ઝૂંબેશ શરૂ કરી છે. તે વખતની તસ્‍વીરમાં મીલ્‍કત સીલની કાર્યવાહી થતા જ બાકીદારે બાકી વેરાનો ચેક આપી દીધો હતો. તે નજરે પડે છે. જયારે બાજુની તસ્‍વીરમાં બાકી વેરા સંદર્ભે દુકાનના શર્ટરને સીલ લગાવી રહેલા. વેરા વસુલાત અધિકારી નજરે પડે છે.

રાજકોટ તા. ૯ :.. ર૦ર૦-ર૧નું નાણાંકીય વર્ષ પુરૂ થવામાં હવે ર૦ થી રપ દિવસનું છેટુ છે ત્‍યારે મ.ન.પા.એ વેરા આવકનો ર૪૭ કરોડનો લક્ષ્યાંક - પૂર્ણ કરવા હવે રૂા. ૧ લાખથી વધુનો બાકી વેરો વસુલવા બાકીદારોની મીલ્‍કતો સીલ કરવાની ઝૂંબેશ આજથી જોર-શોરથી શરૂ કરી છે.

આ ઝૂંબેશનાં આજે પ્રથમ દિવસે શહેરનાં ત્રણેય ઝોનમાં કુલ ૧૪ વોર્ડમાં ૩૦ મીલ્‍કતોને સીલ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઝૂંબેશ દરમિયાન આજે સેન્‍ટ્રલ ઝોનમાં ૧ર લાખ, વેસ્‍ટ ઝોનમાં ર૪.૭૭ લાખ અને ઇસ્‍ટ ઝોનમાં ૬.૩૯ લાખનો બાકી વેરો વસુલવામાં આવ્‍યો હતો.

આજે વેરા વસુલાત અંતર્ગત થયેલ કામગીરી અંગે વેરા વિભાગનાં આસીસ્‍ટન્‍ટ મેનેજરે જાહેર કરેલ વિગતો આ મુજબ છે.

વોર્ડ નં- ૨

છોટુનગર વિસ્‍તારમાં આવેલ ૨ (બે) કોમર્શીયલ મિલકતને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં  રૂા.૨.૦૦ લાખની રીકવરી થયેલ છે.

વોર્ડ નં- ૪

મારુતીનંદન પાર્ક વિસ્‍તારમાં આવેલ કોમર્શીયલ મિલકતને રૂા. ૫.૧૨ લાખના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ છે.

પેટ્રોલીયમ યુનિટના બાકી માંગણા સામે રૂા.૨.૩૦ લાખની રીકવરી થયેલ છે.

વોર્ડ નં- ૫

જુના માર્કેટિંગ યાર્ડ વિસ્‍તારમાં આવેલ કોમર્શીયલ મિલકતના બાકી માંગણા સીલની કાર્યવાહી કરતાં રૂા. ૧.૩૧ લાખની રીકવરી થયેલ છે.

વોર્ડ નં- ૬

ગુરુવર એપાર્ટમેન્‍ટમાં આવેલ ૩ (ત્રણ) મિલકતને બાકી માંગણા સામે સીલ કરેલ છે.

વોર્ડ નં- ૭

રજપૂતપરા વિસ્‍તારમાં આવેલ આકાર કોમ્‍પ્‍લેક્ષમાં સેકન્‍ડ ફ્‌લોર પર આવેલ ૩ (ત્રણ) મિલકતને રૂા.૪.૧૦ લાખના  બાકી માંગણા સામે સીલ કરેલ છે.

બાકી માંગણા સામે રીકવરી રૂા. ૨.૦૦ લાખ થયેલ છે.

વોર્ડ નં- ૮

માઇલ સ્‍ટોન સ્‍પાની કોમર્શીયલ મિલકતને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ છે.

જુદાજુદા વિસ્‍તારની કોમર્શીયલ મિલકતના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રૂા. ૭.૮૭ લાખની રીકવરી થયેલ છે.

આર.કે પાર્ક, રૂગનાથ વિલા વગેરે જગ્‍યાએ આવેલ મિલકતને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રૂા.૩.૫૭ લાખની રીકવરી થયેલ છે.

વોર્ડ નં- ૯

પેરામાઉન્‍ટ પાર્કમાં આવેલ ૪ (ચાર) દુકાનોની મિલકતને બાકી માંગણા સામે સીલ કરેલ છે.

વોર્ડ નં- ૧૦

જુદાજુદા વિસ્‍તારમાં કુલ ૫ (પાંચ) કોમર્શીયલ મિલકતને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ છે.

વોર્ડ નં- ૧૧

સમજોદ કુમાર છાત્રાલયની કોમર્શીયલ મિલકતને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ છે.

સકસેસ કલાસીસની કોમર્શીયલ મિલકતને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂા.૧.૧૩ લાખ ની રીકવરી થયેલી છે.

હરી ઓમ હોઝીયરીના યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે.

વોર્ડ નં- ૧૨

મવડી ચોકડી પાસે આવેલ કોમર્શીયલ મિલકતના બાકી માંગણા સામે રૂા.૨.૧૦ લાખની રીકવરી થયેલ છે.

ગોંડલ હાઇવે પર આવેલ સહજાનંદ માર્બલના યુનિટને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ છે.

ઉમિયા સેલ્‍સના યુનિટને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રૂા.૧.૪૪ લાખની રીકવરી થયેલ છે.

 પરીન ફર્નીચર ના યુનિટના બાકી માંગણા સામે  રૂા.૮.૯૬ લાખની રીકવરી થયેલ છે.

વોર્ડ નં- ૧૪

મનસાતીર્થ કોમ્‍પ્‍લેક્ષમાં આવેલ ૫ (પાંચ) કોમર્શીયલ મિલકતને રૂા.૮.૫૦ લાખના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ છે.

વોર્ડ નં- ૧૫

મહારાજા સ્‍ટીલ ફર્નીચરની કોમર્શીયલ મિલકતને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂા. ૪.૩૦ લાખની રીકવરી થયેલ છે.

કરારતીનગર વિસ્‍તારમાં બાકી માંગણા સામે રૂા.૫૦,૦૦૦/- રીકવરી થયેલ છે.

વોર્ડ નં- ૧૬

મેઘાણીનગર વિસ્‍તારમાં રૂા.૬.૦૨ લાખના બાકી માંગણા સામે મિલકત સીલ કરેલ છે.

વોર્ડ નં- ૧૮

કોઠારિયા સોલ્‍વન્‍ટ એરિયામાં આવેલ સરદાર ઇન્‍ડસ્‍ટ્રીઝના યુનિટના બાકી માંગણા સામે રૂા.૧.૫૯ લાખની રીકવરી થયેલ છે.

સે.ઝોન દ્વારા કુલ- ૮ મિલ્‍કતોને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ તથા રીક્‍વરી રૂા.૧૨.૦૦ લાખ.

વેસ્‍ટ ઝોન દ્વારા- ૧૩ મિલ્‍કતોને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ તથા રીકવરી રૂા.૨૪.૭૭ લાખ.

ઇસ્‍ટ ઝોન દ્વારા- ૯ મિલ્‍કતોને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ તથા રીકવરી રૂા.૬.૩૯.

 આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ- ૩૦ મિલ્‍કતોને સીલ કરેલ તથા રીકવરી રૂા.૪૩.૧૬ લાખ રીકવરી કરેલ છે.

આ કામગીરી આસી. મેનેજરશ્રી રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્‍યાસ, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટરશ્રીઓ તથા વોર્ડ ક્‍લાર્ક દ્વારા આસી. કમિશનરશ્રી કગથરા, સમીર ધડુક  તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ  રખાશે. તેમ અધિકારીઓએ જણાવ્‍યું હતું.

(3:54 pm IST)