રાજકોટ
News of Tuesday, 9th March 2021

એઈમ્‍સમાં કુલ ૨૨ બ્‍લોકઃ ૨૧ના પ્‍લાન મંજુરઃ એઈમ્‍સ દ્વારા ૧ કરોડ ૩૯ લાખ રૂડામાં જમા કરાવાયાઃ સ્‍થળ ઉપર જ મીટીંગનો દોર

રૂરલ પ્રાંત, રૂડા, જીઈબી, માર્ગ-મકાનના અધિકારીઓ દોડી ગયાઃ વીજલાઈન ૮ દિ'માં અન્‍ડરગ્રાઉન્‍ડ કરાશે

રાજકોટ, તા. ૯ :. રાજકોટથી ૧૫ કિ.મી. દૂર પરાપીપળીયા-ખંઢેરી નજીક અત્‍યંત આશિર્વાદરૂપ એઈમ્‍સ હોસ્‍પીટલ બની રહી છે. બાંધકામ કામ ધમધોકાર ચાલુ છે.

દરમિયાન રૂડા કચેરીના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે એઈમ્‍સના કુલ ૭ માળના મુખ્‍ય બિલ્‍ડીંગ સહિત અન્‍ય બિલ્‍ડીંગો અંગે કુલ ૨૨ જેટલા જુદા જુદા બ્‍લોક બનનાર છે. તેમાથી ૨૧ના પ્‍લાન મંજુર થઈ ગયા છે. અગાઉ બે બિલ્‍ડીંગ એકેડેમીક બિલ્‍ડીંગ અને મેઈન હોસ્‍પીટલ બિલ્‍ડીંગના પ્‍લાનમાં કવેરી નીકળી હતી. જેમાં એકેડેમીક બિલ્‍ડીંગના પ્‍લાનમાં કવેરી સોલ થતા તે પણ આજે મંજુર થઈ જશે. જ્‍યારે મેઈન બીલ્‍ડીંગના પ્‍લાનમાં કવેરી સોલ કરી આજે સાંજે મુકી દેવાશે, પરિણામે તમામ ૨૨ બ્‍લોકમાં કામગીરી ધમધમતી થઈ જશે.

દરમિયાન એઈમ્‍સ દ્વારા બિલ્‍ડીંગ પ્‍લાન-પ્રોસેસ ફી વિગેરે બાબતે કુલ ૧ કરોડ ૩૯ લાખ ભરી દેવાયા છે.

કામગીરી ઝડપી બને તે અર્થે એઈમ્‍સની સાઈટ ઉપર જ રૂરલ પ્રાંત શ્રી વિરેન્‍દ્ર દેસાઈ, રૂડાના સીઈઓ શ્રી ચેતન ગણાત્રા, જીઈબી, આર એન્‍ડ બી વિગેરે ખાતાના અધિકારીઓની મીટીંગ યોજાઈ હતી. ખાસ કરીને એઈમ્‍સમાં અડચણરૂપ મેઈન હેવી વીજલાઈન ૮ દિ'માં જ અન્‍ડરગ્રાઉન્‍ડ કરવા અંગે નિર્ણય લેવાયો હતો તો ૯ મીટરનો રસ્‍તો બનવા માંડયો છે, પરંતુ પરાપીપળીયાથી એઈમ્‍સ સુધીનો ટુ-વે રોડ રૂડા-માર્ગ-મકાન દ્વારા બનાવવા અંગે પણ નિર્ણય લેવાયો હતો.

(3:53 pm IST)