રાજકોટ
News of Tuesday, 9th March 2021

જીલ્લા તાલુકા પંચાયત ચુંટણીઃ હિસાબો માટે ૯૩ ઉમેદવારોને નોટીસો ફટકારતા કથીરીયાઃ ૩૭ ઉમેદવારોએ હિસાબ રજુ કર્યો

કોર્પોરેશન ચુંટણીમાં હજુ પ૦ ટકાના બાકીઃ તમામ માટે ર એપ્રિલ આખરી દિવસ

રાજકોટ, તા., ૮: રાજકોટ મહાનગર પાલીકા અને જીલ્લા તાલુકા પંચાયતોની ચુંટણી પુરી થઇ છે પણ ખર્ચના હિસાબો આપવામાં ઉમેદવારો ઠાગાઠૈયા કરી રહયા છે.

દરમિયાન રાજકોટ તાલુકા પંચાયતના કુલ  ૯૬ ઉમેદવારોને મામલતદાર કથીરીયાએ નોટીસો ફટકારી હિસાબો રજુ કરવાની તાકીદ કરતા ધડાધડ હિસાબો આપવા માંડયા છે. કુલ ૩૭  ઉમેદવારોએ હિસાબો રજુ કરી દીધાનું તાલુકા મામલતદારશ્રી કથીરીયાએ જણાવ્‍યું હતું.

દરમિયાન કોર્પોરેશન ચુંટણીમાં હજુ પ૦ ટકા વોર્ડના ઉમેદવારોના હિસાબો બાકી છે. વોર્ડ નં. ૭ થી ૯ નો આવી ગયાનું સુત્રોએ ઉમેર્યુ હતું. હિસાબો અંગે ૧ મહીનાની મુદત અપાતી હોય તમામ ઉમેદવારો માટે ર એપ્રીલ  છેલ્લી તારીખ હોવાનું અધિકારીઓ જણાવી રહયા છે

(3:51 pm IST)