રાજકોટ
News of Tuesday, 9th March 2021

જેલમાંથી પેરોલ રજા પર છુટયા બાદ અગિયાર માસથી ફરાર કેદી વિશાલ પકડાયો

રાજકોટ, તા. ૯ :  શહેરની મધ્યસ્થ જેલમાંથી પેરોલ જંપ કરનાર પાકા કામના કેદી ને થોરાળા પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમીશનર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમીશનર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એ.સી.પી., એચ.એલ. રાઠોડે જેલમાંથી વચગાળાના જામીન પેરોલ રજા પરથી છુટયા બાદ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપતા થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ. કડીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ.બી. વડાવીયા, કોન્સ. કિશોરભાઇ, ધર્મેશભાઇ, રવિભાઇ, અમીતભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. કિશોરભાઇ, ધર્મેશભાઇ તથા રવીભાઇને બાતમી મળતા પાકા કેદી વિશાલ બટુકભાઇ મકવાણા (ઉ.વ.રપ) (રહે. લાખાજી રાજ ઉદ્યોગનગર શેરી નં. ૯) ને પકડી લીધો હતો. વિશાલ એ-ડીવીઝન અને બી-ડીવીઝન પોલીસ મથકના લૂંટના ગુનામાં જેલમાંથી પરોલ રજા પર છુટયા બાદ તે અગીયાર માસથી ફરાર હતો.

(3:07 pm IST)