નીર્મલા રોડ પર ક્રિકેટનો સટ્ટો રમતો રત્નેશ વસાણી પકડાયો
ગાંધીગ્રામ પોલીસનો દરોડો : મોબાઇલ સહિતની મતા કબ્જે
રાજકોટ,તા. ૯: શહેરના નીર્મલા રોડ પર ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ નીર્મલા રોડ પર એક શખ્સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ. ગોપાલભાઇ પાટીલ અને કોન્સ. દિગ્વીજયસિંહ ગોહીલને બાતમી મળતા પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જે.જી.રાણા, હેડ કોન્સ. ખોડુભા, કિશોરભાઇ ધુધલ, વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહીલ, ગોપાલભાઇ પાટીલ અને બ્રિજરાજસિંહ ઝાલા સહિતે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા રત્નેશ મુકેશભાઇ વસાણી (ઉવ.૩૦)(રહે. સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી શેરી નં. ૧, બાલામુકુંદ -૫ 'ગગન' એપાર્ટમેન્ટ બ્લોક નં.૨) ને પકડી લઇ રૂ. ૭૦૦૦ની કિંમતનો મોબાઇલ ફોન સહિતની મતા કબ્જે કરી હતી.