રાજકોટ
News of Tuesday, 9th March 2021

કોસ્મોપ્લેકસ સિનેમા પાછળ છઠ્ઠા માળેથી પટકાતાં મજૂરનું મોત

મુળ યુપીનો રામક્રિપાલ રામ દોઢ વર્ષથી મજૂરી કરતો'તો

રાજકોટ તા. ૯: કાલાવડ રોડ પર કોસ્મોપ્લેકસ સિનેમા પાછળ નવા બની રહેલા બિલ્ડીંગની સાઇટ પર છઠ્ઠા માળે બીમ કોલમનું કામ કરતી વખતે મજૂર રામક્રિપાલ મુસાફિરભાઇ રામ (ઉ.વ.૩૮) પડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારજનો અને સાથી મજૂરોમાં શોક છવાઇ ગયો હતો.

રામક્રિપાલ મુળ યુપીનો વતની હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.      તે દોઢેક વર્ષથી જેએનઆઇ એસોસિએટ બાંધકામની લેબર કોલોનીમાં રહેતો હતો અને નવા બનતા બાર માળના બિલ્ડીંગમાં કામ કરતો હતો. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

(3:01 pm IST)