રાજકોટ
News of Tuesday, 9th March 2021

મિત્રતાના દાવે આપેલ બે લાખની રકમના ચેકરિર્ટન કેસમાં આરોપી મિત્રનો છુટકારો

રાજકોટ તા. ૯ : અત્રે ફરીયાદી મયુરભાઇ ધિરજભાઇ વઘાસીયાએ સુરેશભાઇ પ્રતાપભાઇ ધામેલીયા, રહે.મેટોડા વાળા સામે, રૂ. ર૦,૦૦,૦૦૦ અંકે રૂપીયા બે લાખ પુરાનો ચેક રીટર્ન થયા અંગેની ફરીયાદ રાજકોટની સ્પે. નેગોશ્યેબલ ચીફ જયુડી.મેજી.ની કોર્ટમાં નોંધાવેલ જે અંગેનો કેસ ચાલ જતાં આરોપી સુરેશભાઇ પ્રતાપભાઇ ધામેલીયાને રાજકોટની ચીફ જયુડી.મેજી. કર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે

આ બનાવની હકીકત એવી છે કે, મયુરભાઇ ધિરજભાઇ વઘાસીયાએ કે જેઓ સુરેશભાઇ પ્રતાપભાઇ ધામેલીયા સાથે જુની મિત્રતા હોય એક બીજાના પરિચયમાં હોય, આથી સુરેશભાઇએ મયુરભાઇ પાસેથી એક વર્ષ પહેલા હાથ ઉછીના રૂપિયાની માંગણી કરતા મયુરભાઇએ સુરેશભાઇને હાથ ઉછીના નાણા આપેલ. અને જે રકમ આપ્યાની રકમની માંગણી થતાં આરોપી સુરેશભાઇએ મયુરભાઇને ફેડરલબેન્ક મેટોડા બ્રાંચનો તા.ર૯/૧/ર૦૧૯ નો ચેક આપેલ.

આ ચેક ફરીયાદી મયુરભાઇએ પોતાની દેનાબેન્ક, કાલાવડ રોડ બ્રાન્ચમાં વટાવવા નાખતા જે ચેક ડ્રોવર સીગ્નેચર ડિફર શેરા સાથે પરત ફરેલ જે અંગે દિન ૧પમાં રકમ ચુકવી આપવા નોટીસ નોટીસ આપેલ છતાં રકમ ન ચુકવતા રાજકોટના ચીફ એડીશ્નલ જયુડી. મેજી. કોર્ટમાં ધી નેગોશ્યીએબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ જેફોજદારી કેસના કામે સમન્સ બજતાં આરોપી હાજર થયેલ ત્યારબાદ પ્લી લીધા બાદ ફરીયાદીએ પુરાવો રજુ રાખેલ જેની લંબાણ પૂર્વક ઉલટ તપાસ કરવામાં આવેલ. ફરીયાદ પક્ષેસાહેદોને તપાસેલ ત્યારબાદ આરોપીની એફ. એસ. લેવામાં આવેલ અને આરોપીએ સોગંદ ઉપર જુબાની આપેલ અને પોતે ફરીયાદી પાસેથી રકમ લીધેલ ન હોવાનું જણાવેલ.

ત્યારબાદ ફરીયાદ પક્ષ અને બચાવ પક્ષે લેખીત તથા મૌખિક દલીલો કરવામાં આવેલ અને વડી અદાલતોના ચુકાદાઓ રજુ કરવામાં આવેલ જે તમામને આધારે બચાવપક્ષ દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાનમાં લઇ આરોપી સુરેશભાઇ પ્રતાપભાઇ ધામેલીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.આ કામે આરોપી સુરેશભાઇ પ્રતાપભાઇ ધામેલીયા વતી રાજકોટના એડવોકેટ કૌશીક એમ. ખરચલીયા, ઇમરાન એમ. હિંગોરજા, તેજસ એમ. ખરચલીયા રોકાયેલ હતા.

(3:01 pm IST)