રાજકોટ
News of Tuesday, 9th March 2021

ભગવાન શ્રીકૃષ્‍ણના ૧૦૧ નામો અર્થ સાથે રજુ કરતુ પુસ્‍તક ‘કૃષ્‍ણાર્થ'

પુસ્‍તક અવલોકન - ધન્‍વી માહી

શીર્ષક : કૃષ્‍ણાર્થ

લેખક : વિરલ વૈષ્‍નવ

પ્રકાશક : કે બુકસ ૯૮૨૪૨ ૧૯૦૭૪

કિંમત : ૨૨૦, પૃષ્‍ઠ : ૨૧૬

પ્રાપ્‍તિ સ્‍થાન : ૧. રાજેશ બુક શોપ, લોધાવાડ પોલીસ ચોકી પાસે, રાજકોટ. ૨. યુ એન્‍ડ બૂકસ વર્લ્‍ડ, જલારામ - ર કોર્નર, યુનિ. રોડ, રાજકોટ

ભગવાન શ્રીકૃષ્‍ણના અનેક નામો છે. ત્‍યારે વિરલ વૈશ્‍નવે ૧૦૧ નામો અર્થ અને કથા સાથે આ પૂસ્‍તકમાં સરસ રીતે રજુ કર્યા છે. શાષાોના સંદર્ભો પણ લેવાયા છે. શ્‍યામ, મૂરલીધર, ગોપાલ, ગોવિંદ, દામોદર, દ્વારકાધીશ, માધવ જેવા અનેક નામો તો જાણીતા છે. પણ ન જાણતા હોય તેવા નામ વિષે પણ આ પૂસ્‍તકમાં જાણકારી મળી રહે છે. પૂસ્‍તકનું મુખપૃષ્‍ઠ પણ કૃષ્‍ણની પૌરાણિક શિલ્‍પ અને મોરપીચ્‍છની કોમ્‍બીનેશનથી શોભી રહ્યુ છે. ગુજરાતી ભાષાના શ્રેષ્‍ઠ કાવ્‍યોની પંક્‍તિઓ પણ ટાંકવામાં આવી છે. જેનાથી પુસ્‍તકની રજુઆત આકર્ષક બની રહી છે.

(11:41 am IST)