રાજકોટ જેલના ફરાર કેદીને રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો
રાજકોટ, તા. ૯ :. રાજકોટ જેલના કાચા કામના ફરાર કેદીને રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો હતો.
નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસ.પી. બલરામ મીણાની સૂચના અન્વયે રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઈ. વી.એમ. કોલાદરા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે પો.કો. મહેન્દ્રસિંહ સોલંકીને મળેલ બાતમી આધારે વોચ ગોઠવી રેલ્વે એકટના ગુન્હામાં પકડાયેલ અને રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટી ફરાર થઈ ગયેલ કાચા કામના કેદી ભોપાજી રાયસીંગભાઈ જામબુકીયા રે. મોટી જામડી, તા. પાટડીને દબોચી લઈ રાજકોટ જેલમાં ધકેલી દીધો હતો.
આ કાર્યવાહીમાં રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઈ. મહમદરફીકભાઈ ચૌહાણ, પ્રભાજીસિંહ પરમાર, વિરરાજભાઈ ધાંધલ, ડ્રા. એ.એસ.આઈ. રાયધનભાઈ ડાંગર તથા પો.કો. વિરમભાઈ સમેચા સહિતનો સ્ટાફ જોડાયો હતો.