રાજકોટ
News of Tuesday, 9th March 2021

રાજકોટ જિલ્લાની ૧૨ પંચાયતોમાં એક જ દિ'માં (૧૭મીએ) ૨૪ સુકાનીઓ ચૂંટાશે

જિલ્લા પંચાયત અને ૧૧ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી

રાજકોટ,તા. ૯: રાજ્યની નગરપાલિકાઓ અને તાલુકા -જિલ્લા પંચાયતોના પ્રમુખ -ઉપપ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ નક્કી થઇ ગયો છે. દરેક પંચાયતમાં આગલા દિવસે સવારે ૧૧ થી ૨ ફોર્મ ભરાશે.

રાજકોટ જિલ્લા પંચાયતના સુકાનીઓની ચૂંટણી તા. ૧૭મીએ સવારે ૧૧ વાગ્યે કલેકટરની અધ્યક્ષતામાં થશે. જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતોની ચૂંટણી પણ એ જ દિવસે જે તે તાલુકા મથકે થશે. મામલતદાર અથવા પ્રાંત અધિકારી ચૂંટણી અધિકારી તરીકે રહેશે. જિલ્લામાં એક જ દિવસમાં ૨૪ નવા સુકાનીઓ ચૂંટાશે. જસદણ -વીંછીયામાં કોંગ્રેસે બહુમતીમાં છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપના પદાધિકારીઓ બિનહરીફ ચૂંટાશે.

(1:02 pm IST)