લેડી ડોન સોનુ ડાંગરે ધર્મગુરૂ અને ગ્રંથ વિશે ફરી ઉશ્કેરણીજનક ટીપ્પણી કરતા કડક પગલાંની માંગ
કોંગ્રેસ માઈનોરીટી સેલના ચેરમેન યુનુસ જુણેજાની પોલીસ કમિશ્નર સમક્ષ રજૂઆત
રાજકોટ, તા. ૯ :. અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુકેલી કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગરે સોશ્યલ મીડીયામાં મુસ્લિમ સમાજ, ધર્મગુરૂ અને ગ્રંથ વિશે બેફામ વાણીવિલાસ કરતો વિડીયો ફરીથી વાયરલ કરતા કોંગ્રેસ માઈનોરીટી સેલના ચેરમેન યુનુસ જુણેજાએ આકરા પગલા લેવા માંગણી કરી છે. અગાઉ પણ સોનુ ડાંગરે આવી હરકત કરી હતી ત્યારે પોલીસે કડકરાહે પગલા લીધા હતા તેનો હવાલો ટાંકી પોેલીસ પાસે ન્યાય માંગવામાં આવ્યો છે.
સોનુ ડાંગર વિરૂદ્ધ મારામારી, ખૂન, ગેરકાયદે હથિયાર, દારૂ પીવો અને વેચવો, ખંડણી ઉઘરાવવી, કોમી ઉશ્કેરણી કરવા સહિતના ગુન્હાઓ અગાઉ નોંધાઈ ચૂકયા છે. હાલમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સોનુ ડાંગર મુસ્લિમ સમાજ અને તેમની આસ્થાને ઉશ્કેરી સામાજિક વાતાવરણ ડખોળવા માંગતી હોય તેવી પુરેપુરી દહેશત છે માટે તાત્કાલીક અસરથી તેની સામે ગુન્હો નોંધી ધરપકડ કરવા લઘુમતી અગ્રણીઓ સર્વશ્રી યુનુસ જુણેજા, હબીબભાઈઙ્ગકટારીયા, ઈમરાન પરમાર સહિતનાએ માંગણી કરી છે.