રાજકોટ
News of Saturday, 9th March 2019

ખોખડદડમાં લોકડાયરા સ્થળે પાર્કિંગ મામલે હાર્દિક કોરાટને ચંદ્રેશ તથા બળદેવે છરી ઝીંકી

રાજકોટ તા.૯: ખોખોડદડ ગામમાં લોકડાયરાના સ્થળ પાસે પાર્કિંગમાં વાહન પાર્ક કરવા બાબતે પટેલ યુવાનને બે શખ્સોએ છરીથી હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ખોખડદડ ગામમાં રહેતા હાર્દિક રમેશભાઇ કોરાટ (ઉ.વ.૨૮) રાત્રે ગામમાં લોકડાયરાનો કાર્યક્રમ હોઇ, તેથી તે ત્યાં વાહન પાર્કિંગ વ્યવસ્થામાં હતો ત્યારે ત્યાં એજ ગામના ચંદ્રેશ ઉર્ફે પદીયો મેણંદભાઇ આહીર અને બળદેવ ઉર્ફેે બાકી પણ પાર્કિંગ વ્યવસ્થામાં હતા દરમયાન એક કાર પાર્કિંગમાં આવતા ચંદ્રેશ ઉર્ફે પદીયાએ કારને રોકતા હાર્દિકે 'મહેમાનની કાર છે' તેમ કહી કારને પાર્કિંગમાં જવા દીધી હતી. બાદ ચંદ્રેશ ઉર્ફે પદીયો અને બળદેવ ઉર્ફે બાકીએ ' તે કાર શું કામ જવા દીધી' તેમ કહી બોલચાલી કરી ઉશ્કેરાઇ જઇને હાર્દિકને ઢીકાપાટુનો મારો મારી છરીથી હુમલો કર્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો ભેગા થઇ જતા બંને શખ્સો ભાગી ગયા હતા, બાદ હાર્દિકને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. આ બનાવ અંગે આજીડેમ પોલીસે હાર્દિક કોટરાની ફરિયાદ પરથી બંને શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ આદરી છે.(૧.૯)

(3:14 pm IST)