રાજકોટ
News of Friday, 9th March 2018

વિનાયકનગરમાં મહાવીરસિંહના મકાનમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ દારૂની રપ૦ બોટલ મળી

મહાવીરસિંહ ઉર્ફે માવલાની શોધખોળ

રાજકોટ તા. ૯ :.. વિનાયકનગરમાં ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે એક મકાનમાં દરોડો પાડી દારૂની રપ૦ બોટલ કબ્જે કરી હતી.

મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ડી. પી. ઉનડકટ તથા હેડ કોન્સ. ભરતભાઇ વનાણી, અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ ઝાલા, ક્રિપાલસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતાં.

ત્યારે ક્રિપાલસિંહ અને યુવરાજસિંહને મળેલ બાતમીના આધારે વિનાયકનગર શેરી નં. ૧પ માં રહેતા મહાવીરસિંહ ઉર્ફે માવલો દિલુભા પરમારના મકાનમાં દરોડો પાડી જૂદી-જુદી બ્રાન્ડની દારૂની રપ૦ બોટલ મળી આવતા રૂ. ૯૯૭ર૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. અને પોલીસે મહાવીરસિંહ ઉર્ફે માવલાની શોધખોળ આદરી છે.

(6:55 pm IST)