રાજકોટ
News of Friday, 9th March 2018

ફી પ્રશ્ને મુખ્યમંત્રી-શિક્ષણમંત્રી અને સંચાલકને ગાળો આપનાર સામે રજુઆત

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પોલીસ કમિશ્નરને રજુઆત

રાજકોટ, તા., ૯: ફી પ્રશ્ને શાળાએ રીસીપ્ટ અટકાવતા એક વાલી અને સંચાલક વચ્ચે થયેલ વાર્તાલાપ ખુબ ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પોલીસ કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં તા. ૬-૩-ર૦૧૮ના પાઠક સ્કુલના સંચાલક દિલીપભાઇ પાઠક અને એક વિદ્યાર્થીના વાલી હરેશભાઇ ભાલાળા વચ્ચે ફી પ્રશ્ને ચર્ચા ચાલી હતી. તેવામાં મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને શાળા સંચાલકને બિભત્સ ગાળો આપી હતી. જેની સામે પગલાની માંગ સાથે પોલીસ કમિશ્નરને રજુઆત કરવામાં આવી હતી.

રજુઆત સમયે શાળા સંચાલક મંડળના મહામંત્રી અવધેશભાઇ કાનગડ, જયદીપભાઇ જલુ, મેહુલભાઇ પરડવા, ક્રિષ્ણકાંતભાઇ ધોળકીયા, પુષ્કરભાઇ રાવલ, ભવદીપભાઇ જેઠવા, દિલીપભાઇ પાઠક, વિપુલભાઇ પાનેલીયા સહિત મોટી સંંખ્યામાં શાળા સંચાલકો જોડાયા હતા.(૪.૨૧)

(4:02 pm IST)