રાજકોટ
News of Friday, 9th March 2018

ચાલુ મહીનાનાં અંત સુધીમાં ઘરે-ઘરે કાર્પેટ મુજબ મકાન વેરા બીલ પહોંચાડાશે

નાગરીકોને નવા વેરાની એસએમએસ થી જાણ કરાશેઃ વેરા બીલ ફરિયાદ-ટપાલ મારફત પહોંચાડાશેઃ સરકારની મંજૂરી બાદ વાંધા અરજી નિકાલની કામગીરી શરૂ થઇ જશેઃ મ્યુ. કમિશ્નરની ખાત્રી

રાજકોટ તા. ૯ : મ્યુ. કોર્પોરેશન દ્વારા નવી કાર્પેટ વેરા પધ્ધતિ અમલી બનાવવામાં આવી છે. તેથી લોકોને આ નવા વેરાનું પ્રથમ બીલ નાગરીકોને હાથોહાથ મળે તે માટે મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાનીએ જવાબદારી સ્વીકારી છે. અને ચાલુ મહીનાનાં અંત સુધીમાં લોકોને ઘરે-ઘરે નવુ કાર્પેટ વેરાનું બીલ મળી  જાય તેવી વ્યવસ્થા કરાઇ હોવાનું તેઓએ જણાવ્યું હતું. શ્રી પાણીએ જણાવેલ કે કાર્પેટ વેરો વધુ સરળ છે. અને પ્રજાહીતમાં છે. મોટા ભાગનાં મકાનોનો વેરો ઘટશે.

કરદાતાઓ પોતાનાં વેરા સામે વાંધા અરજી કરી શકે તે માટે જનરલ બોર્ડમાં નવુ કરમાળખુ મંજૂર કરી રાજય સરકારમાંથી વહેલી તકે મંજૂર કરાવાશે. જેથી કરદાતાઓની વાંધા અરજીઓનો પણ ત્વરીત નિકાલ થઇ શકે. આ ઉપરાંત મોબાઇલમાં એસ. એમ. એસ. થી પણ લોકો પોતાનો વેરો જાણી શકે તે માટે વ્યવસ્થા કરાશે. (પ-ર૭)

(3:58 pm IST)