રાજકોટ
News of Friday, 9th March 2018

ગોંડલ ચોકડી વિસ્તારમાં પે એન્ડ યુઝ ટોયલેટ બનાવો

તંત્રને અવાર નવાર રજુઆત કરવા છતા પરિસ્થિતિ જૈસે થૈઃ વેપારીઓ દ્વારા મ્યુનિ. કમિશ્નરને રજુઆત

રાજકોટ, તા., ૯: શહેરના ગોંડલ ચોકડી વિસ્તારમાં 'પે એન્ડ યુઝ' ટોયલેટ બનાવવા વિસ્તારવાસીઓ દ્વારા તંત્રને અવાર નવાર રજુઆત કરવા છતા આ પ્રશ્રનો ઉકેલ આવ્યો નથી. આ અંગે વેપારીઓએ મ્યુનિ. કમિશ્નરને લેખીત પત્ર પાઠવી યોગ્ય કરવા માંગણી કરી છે.

આ અંગે પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, ગોંડલ રોડ ચોકડી પાસે 'પે એન્ડ યુઝ' ટોયલેટ બ્લોક બનાવવાની ખાસ જરૂરીયાત છે. આ સાથે લોકોની ખુબજ અવર-જવર રહેતી હોય તથા મહાનગરપાલિકાની સીટી બસ સેવા પણ ચાલુ હોય તેના કારણે લોકોની સુવિધા માટે 'પે એન્ડ યુઝ' ટોયલેટ બ્લોક બનાવવાની ખાસ જરૂરત જણાય છે આ સ્થળે સ્ત્રી/પુરૂષોને કુદરતી હાજતે જવા, યુરીનલ જવા માટે કોઇ સગવડતા નથી જેથી જયાં ત્યાં લોકો ગંદકી કરે છે. આરોગ્યને નુકશાન કરે છે તથા જાહેરમાં મર્યાદા ભંગ થાય છે. ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જો આ સ્થળે 'પે એન્ડ યુઝ'ટોયલેટ બ્લોક બનાવવામાં આવે તો બધાને ખૂબજ સારી સુવિધાઓ મળી શકે અને જાહેરમાં ગંદકી પણ ન થાય અને શહેર પણ સ્વચ્છ રહે. ઉપરાંત આ વિસ્તારમાં ઘણી દુકાનો/ઓફિસો/શો રૂમ વગેરે આવેલ છે. જેથી કોઇ સુવિધા ન હોવાને કારણે લોકો ખુલ્લામાં જતા હોવાથી ખૂબજ ગંદકી થાય છે અને અગવડતા ઉભી થાય છે આ વિસ્તારમાં યોગ્ય સ્થળે એક 'પે એન્ડ યુઝ' ટોયલેટ બ્લોક બનાવવા માંગ કરવામાં આવી છે. (૧.૧૩)

 

(2:26 pm IST)