રાજકોટ
News of Friday, 9th March 2018

રૂ.બે લાખનો ચેક પાછો ફરતા આરોપીને કોર્ટેમાં હાજર થવા હુકમ

રાજકોટ,તા.૯: રૂ. બે લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને કોર્ટમાં હાજર થવા હુકમ કરીને કોર્ટે સમન્સ કાઢેલ છે.

આ કેસની વિગત એવી છે કે, ''જય ગોપાલ ફાઈનાન્સના પ્રોપરાઈટર'' જગદીશભાઈ હરજીભાઈ સીંધવે તેમના મીત્ર અને ઓળખાણનો સંબંધ ધરાવતા હાર્દીકભાઈ પરષોતમભાઈ સોરઠીયાને ત્રણ માસ પુરતા પેઢીના ચેકથી રૂ. ૨,૦૦,૦૦૦/-  અંકે રૂપિયા બે લાખ પુરા આપેલા રીંગ રોડ બ્રાંચ, રાજકોટનો મુળ રકમ તથા વ્યાજ સાથેનો રૂ.૨,૧૦,૫૦૦/- અંકે રૂપિયા બે લાખ દસ હજાર પાંચસો પુરાનો ચેક આપેલો જે ચેક ફરીયાદીએ તેમની પેઢીની બેંક, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, મવડી રોડ બ્રાંચ, રાજકોટ માં ડિપોઝીટ કરતા સદરહું ચેક 'સ્ટોપપેમેન્ટ'ના શેરા સાથે પરત ફરેલ હતો.

આમ ફરીયાદીએ ચેક બિન ચુકતે પરત ફરેલ છે. તેથી આ કામના આરોપીને ઉપરોકત ચેકની રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી. આમ છતા આ કામના આરોપીએ કોઈ જવાબ આપેલો નહી. તેથી આ કામના ફરીયાદીએ નેગોશીયેબલ ઈન્ટ્રુમેન્ટએકટની કલમ ૧૩૮ મુજબ ફોજદારી દાખલ કરતા રાજકોટના ચીફ જયુ. મેજીસ્ટ્રેટ આરોપી હાર્દીકભાઈ પરષોતમભાઈ સોરઠીયાને સમન્સ ઈસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે. આ કામમાં ફરીયાદી વતી એડવોકેટ અતુલ ફળદુ રોકાયા છે.(૩૦.૫)

(2:26 pm IST)