રાજકોટ
News of Friday, 9th March 2018

ભારતીય માનક બ્યુરો દ્વારા શાપર વેરાવળમાં જપ્તી કામગીરી

લાયસન્સ વગરના પીવાના પાણીના પેકેટ મળી આવ્યા

રાજકોટ,તા.૯: બ્યુરો ઈન્ડિયન સ્ટાન્ડર્ડના ૩ અધિકારીઓની એક ટીમ રાજકોટ શાખા કચેરીએ અમેરિકન ફુડ્સ પ્રા.લિ.સર્વે નં.૨૯૮, શાંતિધામ મંદિરની બાજુમાં, ઓરકેવ ફાર્માની વિરૂધ્ધ, રાજકોટ ગોંડલ હાઈવે, એનએચ ૮ બી, શાપર વેરાવળ, રાજકોટ ખાતે શોધ અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી.

ઓપરેશન દરમિયાન કોઈ માન્ય બીઆઈએસ સર્ટિફિકેશન માકર્સ લાઈસન્સ વિના પેઢીના જગ્યા પર મળી આવ્યા હતા. પેકેટ પીવાનું પાણી માટે આઈએસઆઈ ચિહન સાથે લેબલ્સ અને પીઈટી જારની મોટા જથ્થામાં પેકેજ્ડ પીવાનું પાણી બીઆઈએસના સર્ટિફિકેટ હેઠળ ફરજિયાત આવે છે, જે ફ્રુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ, નિષેધ અને પ્રતિબંધિત વેચાણ રેગ્યુલેશન ૨૦૧૧, જીએસઆર ૭૫૯ (ઈ) અને જીએસઆર ૭૬૦ (ઈ) પર છે અને માન્ય લાઈસન્સ વગર ઉત્પાદન કરી શકાતું નથી. તેમ વૈજ્ઞાનિક ઈ અને હેડ ભારતીય માનક બ્યુરો, રાજકોટ (ફોનઃ ૦૨૮૧- ૨૫૬૩૯૮૧) ની યાદીમાં જણાવાયુ છે.

(11:48 am IST)