રાજકોટ
News of Thursday, 8th March 2018

ડી.ડી.ઓ.ની લાલ આંખ : ૧૦ તલાટી મંત્રી સામે પગલા

નીતિ-નિયમ ભંગનો આરોપ : ૩ તલાટી નિવૃત્ત થઇ ગયા છે

રાજકોટ, તા. ૮ :  જિલ્લા વિકાસ અધિકારી જી.ટી. પંડયાએ છેલ્લા દોઢ મહિનામાં જિલ્લાના તલાટી મંત્રી કક્ષાના ૧૦ કર્મચારીઓને નોટીસ આપી પગલાનો મિજાજ દર્શાવ્યો છે. જેમાં મોટાભાગના કિસ્સામાં વહીવટી ગેરરીતિનો આરોપ છે. ૧૦ પૈકી ૩ તલાટી નિવૃત્ત થઇ ગયા છે.

જાણવા મળ્યા મુજબ જી.બી. જોબનપૂત્ર (નિવૃત્ત) અને એમ.ડી. પરમારને ચાર્જશીટ આપી ખાતાકીય તપાસ હાથ ધરાયેલ છે. એન.બી. સુતરિયા (નિવૃત્ત), એમ. જે. ચનીયારા, એચ. બી. ધાંધણિયા ડી.જે. ભરવાડ, આર.જી. ડાંગર, સી.આર. ભટ્ટ, ને નોટીસ આપોલ છે. વી.બી. પરમાર (નિવૃત્ત) ને માસિક રૂ. પ૦૦ પેન્શન કામની દરખાસ્ત સરકારમાં કરાયેલ છે. એસ.સી. ચુડાસમાને ફરજ મોકૂફી હેઠળ ગોંડલ તાલુકા પંચાયતમાં મુકવામાં આવેલ છે.

(4:39 pm IST)