રાજકોટ
News of Thursday, 8th March 2018

નવરંગ નેચર કલબ દ્વારા પ્લાસ્ટીક મુકત રાજકોટ માટે અનેરૂ કાર્ય

રૂ.૧૦ થી ર૦ માં કાપડની અને રૂ. પ૦/- મીટર પેન્ટ-શર્ટના કટપીસ

રાજકોટ : કપડાની થેલી, પેન્ટ-શર્ટનું ખુબ જ સસ્તુ કાપડ, વિવિધ દેશી પીણાના પાવડરો અને સુપ, માટી વિના મૂલ્યે, દેશી શાકભાજી બીમાયરણો, વિવિધ માટીના વાણસો, ઝાડ ઉપર પાકેલ પોપૈયા, ઓર્ગેનીક દેશી ગોળ, લીલા નાળીયેર, મીઠા લીંબડાનું સરબત વિનામૂલ્યે પાવામાં આવશે, બીજોરાનું સરબત રાહત દરે વિતરણ.

કપડાની થેલી : લોકોને રોજગારી મળે અને પ્લાસ્ટીકનો વપરાશ બીલકુલ બંધ થાય તે માટે સારા કપડામાંથી તૈયાર કરેલ થેલી રૂ. ૧૦/, ૧પ/- અને ર૦/- અહીં વેચાઇ છે. આની ખરીદી કરી આપ વિતરણ કરી પ્લાસ્ટીકનો વપરાશ બંધ થાય તે માટે સહયોગ આપવો એ સમયની જરૂરીયાત છે.

પેન્ટ-શર્ટનું કાપડ : પ્રખ્યાત કંપનીઓના કટપીસ કાપડ અહીં માત્ર રૂ. પ૦/-ના મીટરના હિસાબે વેચાણ થશે અને સ્થળ પર જ દરજી માપ લઇ કપડા સીવી આપશે. પુખ્તવયના લોકો માટે એક જોડી સીવવાનો ભાવ રૂ. ર૦૦/- અને બાળકોની એક જોડી સીવવાનો ભાવ રૂ. ૧પ૦/-

દેશી બીયારણ : વિવિધ જાતના શાકભાજીના બીયારણો જેવા કે દુધી, રીંગણા, ચોળી, સરગવો, પપૈયા, ગાજબ, પાલક  પેકેટની કિંમત માત્ર રૂ. ૧૦/- દેશી બિયારણો ખતમ થતા જાય છે તેની જાળવણી થાય તે માટે આપ આ બીયારણ વાવી દેશી બીયારણને બચાાવાની ઝુંબેશમાં સહયોગ આપશો.

પોપૈયા : ઝાડ ઉપર પાકેલ આ પોપૈયા ખેડૂત સીધા વેચવા આપે છે. એક કિલોના રૂ. ર૦/- લેખે વેચાણ છે.

આદુ : આદુનું સેવન કરવાથી કદ અને પીતમાં ખુબ જ કાયદો થાય છે પાચન ક્રિયા સુધરે છે. સ્થુળતા જાડાપણુ અને મેદ ઘટાડે છે. હૃદયને કાયદો કરે છે. ફેફસામાં કફના ઝાડા તોડે છે. વધુ પ્રમાણમાં પેશાબ લાગે છે છાતીમાંથી શરીદી કાઢે છે આમવાત (એસીડીટી) સોજા મટાડે છે. લોકો વધુમાં વધુ આદુનો વપરાશ કરતા થાય એવા પ્રયત્નો સતત અમારા તરફથી કરવામાં આવે છે. આ પણ આદુનો પ્રચાર કરી સેવા કરી શકાય.

અગરબતીઓ : ઘરબેઠા રોજગારીઓનું નિર્માણ થાય તેવા હેતુથી આ ગાય આધારીત અગરબતીઓ બનાવી તેનું વેચાણ કરાવમાં આવે છે. આપ આ અગરબતીઓ લઇ આડકતરી  રીતે રોજગારી નિર્માણના યજ્ઞમાં સહકાર આપશો.

ફુલછોડ :  કાશ્મીરી ગુલાબ અને ઇંગ્લીશ ગુલાબ (૧પ-જાતના રંગવાળા) ફુલોના ગુલાબના રોપા તથા મોગરો, મયુરપંખ, રાતરાણી, કીસમસ ટ્રી, એકઝોરા, ક્રોટોન આમ વિવિધ જાતના રોપાઓ બજાર કિંમતથી અડધી કિંમતે મળશે.

એલોવેરા જેલ : એલોેરા જયુસ સપ્તપૂર્ણ રાહત દરે મળશે : લીંબડા સાબુ તેમજ કોપરેલ સાબુ.

મઘ (પ્રવાહી સોનું) : અહીં માત્ર રૂ. ર૪૦/- ના કિલોના હિસાબે વેચાણ થવાનું છે. આ મધના સેવનથી વજન ઘટે છે, લીવર-કિડનીને ફાયદો કરે છે, ચરબી ઓછી કરે છે, કબજીયાત દુર થાય છે.

હાથલા યોરના ફળમાંથી બનાવેલા સરબતની બોટલો બજારમાં રૂ. ર૦૦/- ની મળે છે અને અંદર કેમીકલ નાખ ેલું હોય છે. જયારે આ બોટલમાં કેમીકલ બીલકુલ નાખેલ નથી, પુરેપુરૂ કુદરતી છે અને રૂ. ૧૦૦/- માં સરબતની બોટલનું વેચાણ થાય છે.

રાહત દરે વિતરણ : 

(૧) આમળાં પાવડર (ર) પંચામૃત પાવડર (૩) ઠંડાઇ પાવડર (દુધ સાથે લેવું) (૪) ફુદીના પાવડર (પ) લેમન હરબલ ટી પાવડર (૬) લીંબુ પાવડર (૭) ગુલાબ પાવડર (દુધ સાથે લેવું) (૮) કાચી ડેરીનો પાવડર ક૯) લીંબુ જીંજર પાવડર આ પાવડરો ૧૦૦% ઓર્ગેનીક છે અને પ્રવાસમાં આ પાવડરો ખુબ જ કામ આવે છે અને તાત્કાલિક સરબત બનાવી શકાય છે અને સ્કૂર્તિ મળે છે અને આ ખેત ખેદાશમાં તૈયાર થયેલી વસ્તુ હોય આ વસ્તુઓ વાપરવાથી ખેડૂતોને આડકતરી રોજગારી મળતી હોય છે. એક નાનું પેકેટ રૂ. ૧૦/- મા મળતું હોય છે અને એક બોક્ષમાં ૧૦-પેકેટ આવતા હોય છે.

સુપ : પાણી ઉકાળી તેમાં પાવડર ભેળવવો એક કપમાં અડધી ચમચીના હિસાબે

(૧) પાલક સુપ, કારેલા સુપ, મકાનઇ સુપ, ટમેટા સુપ : ભુખ લગાડે, શકિત વધારે, લોહી શુદ્ધ કરે, વિટામીન-સી મળે છે. સુપના પાવડરો ૧ પેકેટના રૂ. ૩૦/- લેખે મળશે.

બધા જ સુપો ૧૦૦% નેચરલ છે, દરેક સુપના પાવડરમાં કલર, ફલેવર કેમીકલનો ઉપયોગ કરેલ નથી.

સ્થળ : સિસ્ટર નિવેદિતા, નિરંતર શિક્ષણ કેન્દ્ર (ખેલાઘર), ૩ -બાલમુકુંન્દ પ્લોટસ, ફાયર બ્રિગેડથી થોડે દુર નિર્મળ કોન્વેન્ટ રોડ, રાજકોટ ખાતે

તા. ૧૧-૩-ર૦૧૮ (દર રવિવારે રાજકોટ) સમય સવારે ૯-૦૦ થી ૧-૩૦ દરમિયાન યોજાશે. વધારે વિગતો માટે વી.ડી. બાલા મો. ૯૪ર૭પ ૬૩૮૯૮ નો સંપર્ક થઇ શકે છે.(૯.૮) 

*દેશી ગાયનું ઘી-૧ કિલોના રૂ. ૮૦૦/-

*વિવિધ જાતના લોખંડના વાણસો મળશે

*વિવિધ જાતના ફળો રાહત દરે મળશે.

*વિવિધ જાતના શાકભાજી ખેડૂતો સીધા વેચવા આવશે.

*વિવિધ જાતના ફુલછોડનું રાહત દરે વિતરણ

*ઓર્ગેનિક મગ-૧ કિલોના રૂ. ૮૦/-

*રાહત દરે લીંબડા સાબુ

* આદુ-૧ કિલોના રૂ. ૬૦/-

*દેશી મુખવાસ

*વિવિધ જાતના માટીના વારણો માત્ર રૂ. ૧૦/-

*લીલા નાળિયેર કિંમત રૂ. ર૦/-

*પુઠાના ચકલી ઘરઃ ચકલી ઘર રૂ. ૧૦/-

*પ્લાસ્ટીકના પોર્ટેબલ ચબુતરા : કિંમત રૂ. ૧૦/-

*લીલા નાળીયરનો હલવો પ૦૦-ગ્રામના રૂ. ૧૩૦/-

*બીજોરાનું સરબત રૂ. ૧૦/-

*તરબુચ ૧ કિલોના રૂ. ર૦/-

(4:20 pm IST)