News of Thursday, 8th March 2018
મહિલાઓ તમામ ક્ષેત્રે પ્રગતિ કરે તેવી શુભેચ્છા : ભાનુબેન
રાજકોટ તા. ૮ : વિશ્વ મહિલા દિવસ નિમિતે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ મહિલાઓ તમામ ક્ષેત્રે પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી છે. તેઓએ જણાવેલ છે કે આજે મહિલાઓ સામાજીક, શૈક્ષણિક, ઉદ્યોગ, રાજકનીતિ સહીત તમામ ક્ષેત્રે એટલે કે આંગણવાડીથી લઇને અંતરિક્ષ સુધી ઉંચી ઉડાન ભરી છે તે નારી શકિત ઉજાગર થયાનું પુરવાર કરી બતાવે છે. આવનારી તમામ મુશ્કેલીઓનો સ્ત્રી શકિત સક્ષમ બનીને સામનો કરે તેવી લાગણી ભાવનાબેન બાબરીયાએ વ્યકત કરી છે.
(4:19 pm IST)