રાજકોટ
News of Thursday, 8th March 2018

પરિક્ષા આપવા આરોપી વિદ્યાર્થીના ૧૦ દિવસના વચગાળાના જામીન મંજુર

રાજકોટ તા.૮: પડધરીમાં દુકાન સળગાવી નુકશાન કરવા અંગે પકડાયેલ અને જેલહવાલે થયેલ આરોપી યોગેશ દામજી સંચાણીયાને બી-કોમની પરિક્ષા આપવા અંગે તા.૭-૩-૧૮થી ૧૬-૩-૧૮ સુધી ૧૦ દિવસ માટે વચગાળાના જામીનપર છોડવાનો હુકમ કર્યો હતો.

આ બનાવ અંગે સરપદળના મુળ વતની વિજય મગનભાઇ લુણાગરીયાએ પોતાની ઝેરોક્ષની દુકાનમાં તાળુ તોડી ગેરકાયદે પ્રવેશ કરી આગ લગાડીને નુકસાન કર્યાની આરોપી યોગેશ દામજી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરીને જેલ હવાલે કરતા પરિક્ષા માટે વચગાળાના જામીન માટે અરજી કરી હતી.

આરોપીના એડવોકેટ શ્રી સંજયભાઇ એચ.પંડ્યા દ્વારા રાજકોટની ડિસ્ટ્રી.એન્ડ સેસન્સ જજ સમક્ષ જામીન અરજી ગુજારેલ. અને કોર્ટને જણાવેલ કે હાલ આરોપી નાની ઉમરનો હોય અને વિદ્યાર્થી હોય તેમજ હાલમાં ટી.વાય.બી.કોમની પરીક્ષા આપવાની હોય તથા નાશી ભાગી જાય તેમ ન હોય અને જો પરીક્ષા ન આપે તો તેનું ભવિષ્ય અને વર્ષ બગડે તેમ હોય તેવી રજુઆત તથા દસ્તાવેજો રજુ રાખીને પરીક્ષા આપવા માટે વચ ગાળાના જામીનની માંગણી કરતા.

એડી.ડિસ્ટ્રી. એન્ડ સેસન્સ જજ શ્રી એ તા.૭-૩-૧૮ થી ૧૬-૩-૧૮ સુધી દિવસ ૧૦ના જામીન મંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં આરોપી યોગેશભાઇ સંચાણીયા વતી રાજકોટના એડવોકેટ સંજયભાઇ પંડ્યા તેમજ મનિષભાઇ પંડ્યા તથા નિલેશ ગણાત્રા, તુષાર ધોણીયા, અને રવિભાઇ ધુ્રવ રોકાયેલ હતા.

(4:11 pm IST)