રાજકોટ
News of Thursday, 8th March 2018

શનિવારથી આત્મીયમાં ખેડૂતો માટે પાંચ દિ'ની તાલીમ શિબિરઃ સજીવ ખેતી અંગે માર્ગદર્શન

પંડીત દીનદયાળ ઉપાધ્યાય ઉન્નત કૃષી યોજના અંતર્ગત નિઃશુલ્ક આયોજન

 રાજકોટઃ તા.૭, ભારત સરકારનાં કૃષિ અને ખેડુત કલ્યાણ મંત્રાલય અંતર્ગત ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા આગામી તા.૧૦ શનિવારથી ખેડુતો માટે પ્રાકૃતિક, સજીવ અને પંચગવ્ય આધારીત ખેતી અંગે પાંદ દિવસી ધનિષ્ટ તાલીમ શિબીરનું શનિવારથી  આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ સ્થિત આત્મિય ગ્રુપ  ઓફ  ઇન્સ્ટયુશન યજમાન પદે યોજનારી નિઃશુલ્ક શિબિરમાં ખેડુતોને ગૌ આધારીત ગ્રામ વ્યવસ્થા અંગે વિસ્તુત માર્ગદર્શન આપવામાં આવશે

 આત્મીયના સહંવાહક ત્યાગવલક સ્વામીના જણાવ્યા અનુસાર ખેતીમાં હાનિકારક રસાયણો, ખાતર, જંતુનાશકો,  વુધ્ધિનિયત્રંકો, નિંદામણના આશકો વગેરેના અન્નફળો શાકભાજી વગેરે અને પોષણક્ષમતા  અને ગુણંવતામાં દિવસે દિવસે ઘટાડો થયો  રહયો છે. તે બાબત વિવિધ વૈજ્ઞાનિક સંશોધકોને આધારે  પુરવાર થઇ રહી છે. હાનિકારક રસાયણોના ઉપયોગથી ઉગેલા પાકોમાં એ રસાયણોની હાજરી હોય છે. આ કારણે તેને ઉપયોગમાં લેતા માનવ સહિતના સજીવો જુદા-જુદા પ્રકારની અસાધ્ય બીમારીઓનો ભોગ બને છે.

 આ સંજોગોમાં સમાજને સ્વચ્થ રાખવો હશે અને આવતીકાલની પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરવું હશે તો ખાદ્ય પદાર્થોની પોષણક્ષમતા અને ગુંણવતા સુધારવા તરફ ધ્યાન આપવું જ પડશે. યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પરમ પુજય હરીપ્રસાદ સ્વામીજીની પ્રેરણાથી સંતોએ કરેલી સજાવટથી ઘણાં ખેડુતો મેળવી શકે છે. ગૌમુત્ર, ગોબર, ઓર્ગેનિક ખાતર વગેરેના ઉપયોગથી જમીન જમીનના નવસર્જનની સાથો સાથ પાકની ગુંણવતા સુધરે છે. પંચગવ્યો આધારીત ગ્રામ વ્યવસ્થા સ્વચ્છ  સમાજની રચનામાં મહત્વનું કદમ ગણાતું હોઇ  તે અંગે ખેડુતોને તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મળી રહે તેવા ઉદેશથી આ શિબિર યોજાઇ રહી છે.

 આ પાંચ દિવસની ખેડુત શિબિરની શરૂઆત તા.૧૦ના શનિવારે સવારે ૧૦ વાગ્યે થશે. જુનાગઢ કૃષિ યુનિવસીર્ટીની સેતુરૂપ ભુમિકા સાથે યોજનારી આ પ્રથમ તાલીમ શિબિરમાં ખેતી  કરવા ખેડુતો, પંચગવ્ય ચિકિત્સકો વગેરે પાસેથી ખેડુતોને માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શિબિર દરમિયાન ખેડુતોને પ્રત્યક્ષ નિદર્શન માટે પ્રયોગશીલ ખેડુતોનાં ફાર્મની અને આધુનિક ગૌશાળાઓની મુલાકાત ગોઠવવામાં આવશે.

 પ્રાકુતિક સજીવ ખેતી અને ગૌઆધારીત ગ્રામ વ્યવસ્થા અંગે આ નિઃશુલ્ક શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા ખેડુતો સંયોજક મેહુલ પટોળીયા (૯૪૨૮૨ ૦૦૦૨૭) અને કાંતીભાઇ પટેલ (સહજાનંદ ગૌશાળા-૯૮૨૪૨ ૩૩૭૨૯) ને ફોન પર રજીસ્ટ્રેશન શકાય છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્યાગવલ્લભ સ્વામીના માર્ગદર્શન મુજબ સંયોજક કાંતિભાઈ પટેલ, મેહુલ પટોળીયા, પ્રો.પ્રભુમભાઈ સહિતના અધ્યાપકો વિદ્યાર્થીઓ સેવારત છે.

(3:57 pm IST)