રાજકોટ
News of Thursday, 8th March 2018

સબ પ્લોટીંગમાં મુશ્કેલી અંગે અશોક ભીમજીયાણીની રજૂઆત

રાજકોટ સ્થિત અમરેલીવાળા બિલ્ડરે પત્ર લખ્યો

રાજકોટ તા. ૮ :.. બાંધકામ માટેના સબ પ્લોટીંગમાં પડતી મુશ્કેલી અંગે મુળ અમરેલીના હાલ રાજકોટ સ્થિત બિલ્ડર અશોક જે. ભીમજીયાણીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

પત્રમાં જણાવેલ છે કે, સરકાર આખા ગુજરાતમાં એક સમાન મકાન બને તેવો કાયદો અને બાંધકામના નિયમોમાં ફેરફાર કરી છૂટછાટ આપી પરંતુ શહેરી વિકાસ ખાતા દ્વારા તે હલ થયો નથી. એમાં સબ પ્લોટીંગમાં માત્ર નવ મીટર પહોળા પ્લોટનું જ સબ પ્લોટીંગ થઇ શકે તેવી જોગવાઇ કરી છે. હકિકતમાં માણસોને મકાન રહેવા માટે જોઇએ છે તો ત્રણ મીટર કે તેથી વધુ જે કોઇ અનુકુળ હોય તે મુજબનું માપનું મકાન લોકો બનાવે છે અને ખરીદે છે.

ખાતા દ્વારા આ બધુ ચલાવી લેવામાં આવે છે. આવા હજારો, લાખો મકાન બની ગયા છે અને બની રહ્યા છે તેને મંજૂરી પણ મળે છે. સરકારી લોન પણ મળે છે.

સબ પ્લોટીંગના નિયમોમાં ઓછામાં ઓછા ત્રણ મીટર મોઢા વાળા પ્લોટમાં બાંધકામ થઇ શકે અને રપ થી ૧૦૦ મીટર ગમે તેટલી નોંધ સીટી સર્વેમાં અને મામલતદારમાં પડી જાય તે માટે તુરંત જ હુકમ જરૂરી છે.

(3:54 pm IST)