રાજકોટ
News of Thursday, 8th March 2018

રાજકોટના મહેમાન બન્યા હતા ''શમ્મી'' આંટી

રાજકોટઃ છ- છ દાયકા સુધી અભિનય ક્ષેત્રે સક્રિય રહેલી દિગ્ગજ ચરિત્ર અભિનેત્રી અને બોલિવૂડની 'આંટી' તરીકે પ્રખ્યાત નરગીસ રબાદી ઉર્ફે શમ્મી આંટીનું નિધન થતાં રાજકોટની સેવાભાવી સંસ્થા પ્રોજેકટ લાઈફ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. સ્વર્ગસ્થ અભિનેત્રી શમ્મી આંટીના રાજકોટ અને પ્રોજેકટ લાઈફ સાથેના કેટલાક સંભારણાઓ પણ છે. શમ્મી આંટી મે- ૨૦૦૮માં અભિનેત્રી આશા પારેખ સાથે રાજકોટ આવ્યા હતા અને પ્રોજેકટ લાઈફના વિવિધ સેવાકાર્યો નિહાળ્યા હતા. પ્રોજેકટ લાઈફના જોઈન્ટ એકિઝકયુટીવ ટ્રસ્ટી મિતલ કોટિચા શાહના જણાવ્યા અનુસાર શમ્મી આંટી અભિનેત્રી આશા પારેખ અને દુબઈના જુમા અલ માત્રોશી સાથે પ્રોજેકટ લાઈફની મુલાકાતે આવ્યા હતા અને કામગીરીની સરાહના કરી હતી. શમ્મી આંટીનું નિધન થતાં પ્રોજેકટ લાઈફના સંચાલકો અને કર્મચારીઓએ તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે.

(3:53 pm IST)